ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ 24 ફેબ્રુઆરી 2023ના રોજ નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ વિધાનસભામાં રજૂ કરશે. કનુભાઇ દેસાઇનું બીજું બજેટ અને તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડપણ હેઠળ નવી રચાયેલી નવી સરકારનું પણ આ પહેલ બજેટ છે. રાજ્ય સરકાર આ વખતના બજેટ 2023-24માં રેકોર્ડ બ્રેક બજેટ ફાળવણી કરી શકે છે. ગુજરાતનું ગત નાણાંકીય વર્ષ 2022-23નું બજેટ કેવું હતું, ચાલો તેના પર એક નજક કરીયે
ગત વર્ષે પુરાંત વાળું બજેટ રજૂ કર્યું
નાણાંમંત્રી તરીકે કનુભાઇ દેસાઇએ ગુજરાતનું નાણાંકીય વર્ષ 2022-23નું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતુ. તે 668.09 કરોડ રૂપિયાની પુરાંતવાળું બજેટ હતું અને તેમાં 1005.86 કરોડ રૂપિયાની મહેસૂલી પૂરાંત થવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જેમાં 1,82,045 કરોડ રૂપિયાની મહેસૂલી આવકની સામે 1,81,039 કરોડ રૂપિયાનો મહેસૂલ ખર્ચ થવાનો અંદાજ મૂકાયો હતો.
શું વર્ષ 2023-24ના બજેટનું કદ વધશે?
નાણાંકીય વર્ષ 2023-24ના બજેટનું કદ પાછલા બજેટોની તુલનાએ મોટું હોવાની વ્યાપક ધારણા સેવાઇ રહી છે. ગત નાણાંકીય વર્ષ 2002-23ના બજેટનું કદ 16,937 કરોડ રૂપિયા વધીને કુલ 2,43,965 કરોડ રૂપિયા હતું,
તેની પૂર્વે વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ નાણાં ખાતું સંભાળતા હતા. નીતિનપટેલે નાણાંકીય વર્ષ 2021-22 માટે 2,27,029 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું.
ગત બજેટમાં ક્યાં વિભાગને કેટલા ભંડોળની ફાળવણી કરાઇ હતી?
વિવિધ મંત્રાલયો | બજેટ ફાળવણી |
---|---|
કૃષિ, સહકારી અને ખેડૂત કલ્યાણ વિભાગ | 7736.29 કરોડ |
ક્લાઇમેટ ચેન્જ વિભાગ | 930.85 કરોડ |
શિક્ષણ વિભાગ | 34884.43 કરોડ |
ઉર્જા અને પેટ્રો-કેમિકલ વિભાગ | 15567.97 કરોડ |
વન અને પર્યાવરણ વિભાગ | 1821.59 કરોડ |
ખાદ્ય, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતો | 1525.82 કરોડ |
સામાન્ય વહીવટ વિભાગ | 2146.33 કરોડ |
આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ | 12240.34 કરોડ |
ગૃહ મંત્રાલય | 8334.86 કરોડ |
ઉદ્યોગ અને ખાણ વિભાગ | 7029.68 કરોડ |
સૂચના અને પ્રસારણ વિભાગ | 198.99 કરોડ |
શ્રમ, કૌશલ્ય અને અને રોજગાર વિભાગ | 1836.81 કરોડ |
કાયદા વિભાગ | 1739.99 કરોડ |
નર્મદા, જળ સંશાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | 15622.03 કરોડ |
પંચાયત, ગ્રામ્ય, મકાન અને ગ્રામિણ વિકાસ વિભાગ | 9048.37 કરોડ |
બંદર અને પરિવહન વિભાગ | 1504.47 કરોડ |
મહેસૂલ વિભાગ | 4394.31 કરોડ |
માર્ગ અને મકાન વિભાગ | 11435.98 કરોડ |
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ | 669.72 કરોડ |
સામાજીક ન્યાય – સશક્તિકરણ વિભાગ | 4781.82 કરોડ |
રમત-ગમત, યુવા અને સાંસ્કુતિક વિભાગ | 517.15 કરોડ |
શહેરી વિકાસ અને શહેરી મકાન વિભાગ | 14,296.80 કરોડ |
મહિલા અને બાળ વિભાગ વિભાગ | 4976.31 કરોડ |