scorecardresearch

ગુજરાત બજેટ 2023 : નાણામંત્રી કનુ દેસાઈ શુક્રવારે બજેટ રજૂ કરશે, ભૂપેન્દ્ર સરકારનો શું હશે પ્રયાસ?

Gujarat Budget 2023 : નાણામંત્રી (Finance Minister) કનુભાઈ દેસાઈ (Kanu Desai) ગુજરાતનું 2023-24નું બજેટ રજુ કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ની આગેવાની વાળી સરકાર બજેટમાં પ્રજાને શું આપી શકે છે. કઈ-કઈ પ્રકારની જોગવાઈ પર વધારે ભાર આપવામાં આવી શકે છે.

ગુજરાત બજેટ 2023 : નાણામંત્રી કનુ દેસાઈ શુક્રવારે બજેટ રજૂ કરશે, ભૂપેન્દ્ર સરકારનો શું હશે પ્રયાસ?
ગુજરાત બજેટ 2023

Gujarat Budget 2023 : નાણામંત્રી કનુ દેસાઈ આવતીકાલે ગુજરાત 2023-24નું બજેટ રજુ કરશે, આ બજેટમાં ભૂપેન્દ્ર સરકારનો સંપૂર્ણ પ્રયાસ પ્રજા પર મોંઘવારીનો માર ન પડે તે પર હોઈ શકે છે. આ વખતના બજેટનું કદ અત્યાર સુધીના તમા બજેટ કરતા મોટુ હોઈ શકે છે. રાજ્ય સરકારની આવક વધતા વિકાસના કાર્યો પણ તેજ ગતીએ ચાલુ રહેતા ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુજરાત મોડલને સાકાર કરવા હજુ પણ ગુજરાતમાં વધુ વિકાસની જરૂરિયાત છે.

2022-23નું બજેટ કેટલું હતુ અને 2023-24નું બજેટ કેટલું હોઈ શકે છે

ગુજરાત બજેટના કદમાં દર વર્ષે વધારો થતો રહે છે. જો છેલ્લા ત્રણ વર્ષના બજેટના આંકડા પર નજર કરીએ તો, 2021-22ના બજેટનું કદ રૂ. 2,27,029નું હતુ. તો ગત વર્ષે એટલે કે 2022-23માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રૂ. 668.9 કરોડના પુરાંતવાળુ એટલે કે બજેટનું કદ રૂ. 2.43,965 કરોડનું હતુ, તો આ વખતે જીએસટીની સારી આવકને પગલે સરકારની આવકમાં પણ વધારો થતા, રાજ્યના વિકાસને વધુ વેગ આપવા માટે 2023-24નું બજેટ 2 લાખ 50 હજારના આંકડાને વટાવી શકે છે.

2023-24ના બજેટમાં શું હોઈ શકે છે?

  • ગુજરાત સરકાર બજેટ 2023-24માં પીએમ મોદીના લક્ષ્યાંક ભારતને આર્થિક મહાસત્તા બનાવવી અને દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલરનું કદ પ્રાપ્ત થાય તે દિશામાં યોગદાન આપવાવિશેષ ધ્યાન આપશે.
  • ભૂપેન્દ્ર સરકારનો પ્રથમ પ્રયાસ મોંઘવારીનો માર પ્રજા પર ન પડે તે હશે
  • ભાજપ હંમેશા વિકાસના એજન્ડા પર વાતો કરે છે, જેથી ગુજરાતનો વધુ વિકાસ થાય તે માટેની યોજનાઓ માટે નાણા વ્યવસ્થાપન હોઈ શકે છે, જેને પગલે રાજ્યનું દેવું પણ વધી શકે છે.
  • 2022-23ના બજેટમાં કોરોના અને મોંઘવારીના પગલે કરવેરામાં કોઈ વધારો કર્યો ન હતો, સાથે પેટ્રોલ-ડિઝલની વધેલી કિંમતમાં લોકોને રાહત આપવા માટે વેટમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, પરંતુ આ વખતના બજેટમાં ગુજરાત સરકાર વેટમાં વધારો કરી શકે છે. સામે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી રાહત આપી શકે છે.
  • ખેડૂતોની આવક વધે તે માટે સરકાર મહત્ત્વની જાહેરાત કરી શકે છે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવા ખાસ જોગવાઈ કરવામાં આવી શકે છે.
  • શિક્ષણ ક્ષેત્રે આધુનિકરણ લાવવા માટે ગુજરાત સરકાર બજેટમાં મોડલ સ્કૂલો વધુને વધુ બનાવવા માટે વિશેષ જોગવાઈ કરી શકે છે
  • આરોગ્ય ક્ષેત્રે રાજ્યમાં વધુને વધુ સુવિધા મળે તે માટે નવી હોસ્પિટલો, નવા આધુનિક સાધનો, તબીબીક્ષેત્રે સંશોધન તથા દર્દીને સારી સુવિધાઓ મળે તે માટે પ્રયત્ન શિલ રહી શકે છે.
  • આ પણ વાંચોToday News Live Updates: મહિલા ટી-20 વર્લ્ડ કપ : ભારત સામે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય
  • આ સિવાય રાજ્ય સરકાર ગ્રામ્ય ક્ષેત્રે વિકાસ થાય તે માટે વિશેષ જોગવાઈ કરી શકે છે, આ સિવાય રોડ રસ્તા, હાઈવે નિર્માણ, અન્ય શહેરોના વિકાસ માટે મેટ્રો વ્યવસ્થા, સહકારી ક્ષેત્રે વિકાસ કરી ખેડૂતોને લાભ આપવા, મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા, પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગમાં સુધારા તથા પોલીસને વધુ સશક્ત અને આધુનિક બનાવવા પર આવતીકાલના બજેટમાં વિશેષ જોગવાઈ થઈ શકે છે.

Web Title: Gujarat budget 2023 finance minister kanu desai what will effort cm bhupendra patel

Best of Express