ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણાંમંત્રી કનુ દેસાઈએ સતત બીજી વખત બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં ગુજરાતના વિકાસની પરિકલ્પનાના મુખ્ય પાંચ સ્તંભ રજૂ કરવામાં આવ્યા છે. બજેટમાં સરકારે નવા કોઈપણ કરવેરા નથી નાખ્યા નથી અને વેરાના દરમાં કોઈ વધારો કર્યો નથી.
પ્રથમ સ્તંભ: ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ માટે પાયાની સુવિધાઓ સહિત સામાજિક સુરક્ષા – આગામી પાંચ વર્ષમાં અંદાજે 2 લાખ કરોડ રૂપિયા
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 5580 કરોડ રૂપિયાની જોગવાઇ.
- આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 3410 કરોડ રૂપિયા
- શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2538 કરોડ રૂપિયા
બીજો સ્તંભ : માનવ સંસાધન વિકાસ – આગામી ૫ વર્ષમાં અંદાજે 4 લાખ કરોડ.
- શિક્ષણ વિભાગ માટે કુલ 43651 કરોડ રૂપિયાની જોગવાઇ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે કુલ 15182 કરોડની જોગવાઈ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6064 કરોડની જોગવાઇ
- અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 2165 કરોડની જોગવાઇ
- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ 568 કરોડની જોગવાઇ
ત્રીજો સ્તંભ : વિશ્વકક્ષાની આંતરમાળખાકિય સવલતો – 5 લાખ કરોડ રૂપિયા
- પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ 10743 કરોડ રૂપિયાની જોગવાઇ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે કુલ 19685 કરોડની જોગવાઇ
- ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8738 કરોડની જોગવાઇ
- માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20642 કરોડની જોગવાઈ.
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઇ
- જળસંપત્તિ પ્રભાગ માટે 8705 કરોડની જોગવાઇ
- વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ 2193 કરોડની જોગવાઇ
આ પણ વાંચો – ગુજરાત બજેટ 2023 : પર્યટન અને યાત્રાધામના વિકાસ ઉપર પણ ખાસ ધ્યાન
ચોથો સ્તંભ: કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ – બે લાખ કરોડ રૂપિયા
- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 21605 કરોડ રૂપિયા.
- ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 8589 કરોડની જોગવાઇ
- પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે 2077 કરોડ
પાંચમો સ્તંભ: ગ્રીન ગ્રોથ – આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયા
- વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2063 કરોડ રૂપિયા
- ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગ માટે કુલ 937 કરોડ રૂપિયા
- ગૃહવિભાગ માટે કુલ 8574 કરોડ રૂપિયા
- કાયદા વિભાગ માટે કુલ 2014 કરોડની જોગવાઇ
- મહેસૂલ વિભાગ માટે કુલ 5140 કરોડ રૂપિયા
- સામાન્ય વહીવટ વિભાગ માટે 1980 કરોડ રૂપિયા
- માહિતી અને પ્રસારણ વિભાગ માટે 257 કરોડ રૂપિયા