Gujarat Budget 2026: કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત બજેટમાં ₹ 1278 કરોડ ફાળવાયા

Gujarat Budget 2026: ગુજરાત બજેટ 2026-27માં નાણામંત્રીએ અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે રુપિયા 1278 કરોડની ખાસ ફાળવણી કરી છે. જેમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિત સુવિધાઓ ઉભી કરાશે.

Gujarat Budget 2026: ગુજરાત બજેટ 2026-27માં નાણામંત્રીએ અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે રુપિયા 1278 કરોડની ખાસ ફાળવણી કરી છે. જેમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિત સુવિધાઓ ઉભી કરાશે.

author-image
Haresh Suthar
New Update
Gujarat Budget 2026-27 Commonwealth Games

કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત બજેટ 2026-27 માં ₹1278 કરોડ ફાળવાયા Photograph: (Express)

Gujarat budget 2026 commonwealth games: અમદાવાદ ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત બજેટ 2026-27 માં ખાસ આયોજન અંગે નાણામંત્રી કનુ દેસાઇ એ જણાવ્યું કે વિકસિત ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 20230 ની યજમાનીથી રાજ્યની વૈશ્વિક ઓળખમાં વધારો થયો છે. જેનાથી રમતગમત, પ્રવાસન, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવા ક્ષેત્રોમાં રોકાણ વધવાથી રોજગારીની વિશાળ તકો સર્જાશે. તેમજ આધુનિક સ્ટેડિયમ, માર્ગ, મેટ્રો અને શહેરી સુવિધાઓથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લાંબાગાળા માટે નિર્માણ થશે.

Advertisment

​નાણામંત્રી કનુ દેસાઇએ કહ્યું કે, આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સીટી બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ ₹ 1278 કરોડની જોગવાઇ સૂચવું છું.

ગુજરાત બજેટ 2026-27 નાણામંત્રી કનુ દેસાઇ સ્પીચ મુખ્ય અંશો

વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યને પૂર્ણ કરવા અમારી સરકાર અતિ મહત્વપૂર્ણ પ્રોજેકટ પર કામ કરી રહી છે.

રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે. જેના માટે ₹150 કરોડની જોગવાઇ.

Advertisment

આત્મનિર્ભર ભારતની પહેલને સાકાર કરવા રાજ્ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વણવપરાયેલ વિપુલ ખનીજ સંસાધનો અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે. જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે. જે આયાતની નિર્ભરતા ઘટાડશે. આ માટે ₹613 કરોડની જોગવાઇ.

અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે. જેનાથી પ્રદૂષણની સમસ્યાઓને હલ કરવામાં મદદ મળશે. જેના માટે ₹300 કરોડની જોગવાઇ. 

Gujarat Unified Digital Stackની પહેલ દ્વારા રાજ્યના નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે. જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતાં દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે. જેના માટે ₹100 કરોડનું આયોજન.

રાજ્યની વીજ વિતરણ કંપનીઓની કાર્યક્ષમતાને ધ્યાને લઇ ૧૬મા નાણાપંચે પોતાના અહેવાલમાં ગુજરાત વીજ વ્યવસ્થાને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ ગણાવી છે.

રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્‍ડ કેબલમાં રૂપાંતર કરવા “ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન” અંતર્ગત ₹500 કરોડની જોગવાઇ સૂચવું છું.

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સરહદી વિસ્તારમાં ઓવરહેડ લાઈનના માળખાને અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે ₹100 કરોડની જોગવાઇ કરું છું.

​ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવી આપત્તિઓની અસર ઘટાડવા માટે State Disaster Mitigation Fundની વ્યવસ્થા કરેલ છે. જેના માટે ₹1855 કરોડનું આયોજન છે.

​રાજ્યની 48% થી વધુ વસ્તી શહેરોમાં વસે છે. આજે ઉદ્યોગ, વેપાર અને સેવાક્ષેત્રના વિસ્તરણથી શહેરો ઝડપથી વિકસી રહ્યાં છે. આવાસ યોજના, સ્માર્ટ સીટી અને માળખાકીય સુવિધાઓથી શહેરી વિસ્તારનો વ્યાપ વધ્યો છે અને પરિવહન, સંચાર અને ડિજિટલ સુવિધાઓના વિકાસથી શહેરો જોડાયા છે. 

નાગરિક સેવાઓને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઇમાં લગભગ 17% જેટલો વધારો કરી ₹ 16 હજાર 116 કરોડની જોગવાઇ કરું છું.

રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં ₹100 કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કીંગ બનાવવાનું આયોજન છે.

આ પણ વાંચો | Gujarat Budget 2026 વિશે લેટેસ્ટ અપડેટ્સ

રાજ્યમાં આવેલ મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન છે. જેને રીજનલ રેપિડ ટ્રાન્‍ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે.

gujarat budget બજેટ કોમનવેલ્થ ગેમ્સ