/indian-express-gujarati/media/media_files/2026/02/18/gujarat-budget-2026-announcement-2026-02-18-13-51-55.jpg)
Gujarat Budget 2026 Announcement : ગુજરાત બજેટ 2026 ઘોષણા. Photograph: (Freepik)
Gujarat Budget 2026 Announcement: ગુજરાત બજેટ 2026 નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યં છે. બજેટ 2026માં ગુજરાતની 25 જીઆઈડીસીને સ્માર્ટ બનાવવાની અને ટેકનોલોજી ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા ચાર શહેરોમાં i-Hub રિજનલ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી છે. ઉપરાંત MSME માટે 1775 કરોડ રૂપિયાની બજેટ જોગવાઇ કરવામાં આવી છે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત બજેટ 2026 ભાષણમાં કહ્યું કે, એ કહ્યું કે, અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણેલ છે. સ્ટાર્ટઅપ માટે i-Hub અમદાવાદ ખાતે ઊભી થયેલ ઇકોસિસ્ટમને વિસ્તારતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે i-Hubના રીજનલ સેન્ટર સ્થાપવામાં આવશે. જેના માટે ₹ 80 કરોડની જોગવાઇ સૂચવું છું.
ગુજરાતમાં 16 હજાર જેટલા સ્ટાર્ટઅપ રજિસ્ટર્ડ
સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્ય સરકારની નીતિઓથી યુવાનોને “વિચારથી વ્યવસાય” સુધીનું પ્રોત્સાહન મળી રહ્યું છે. યુવાનોની નવીન વિચારશક્તિ, ટેકનોલોજી પ્રત્યેની અભિરુચી અને સાહસના કારણે અત્યાર સુધી આશરે 16 હજાર જેટલા સ્ટાર્ટઅપ નોંધાયેલા છે. જેના પરિણામે રાજ્યને ભારત સરકાર દ્વારા “બેસ્ટ પરફોર્મર સ્ટેટ”નો એવોર્ડ મળેલ છે.
બજેટ 2026માં MSME માટે 1775 કરોડ રૂપિયાની ફાળવણી
​દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19 ટકા યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત MSME (નાના અને મધ્યમ ઉદ્યોગ) ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ MSME રજીસ્ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્યોની સૂચીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે ₹ 1775 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ પણ વાંચો | Gujarat Budget 2026 Live Updates: ગુજરાત બજેટ 2026 લાઇવ અપડેટ સમાચાર
25 GIDC સ્માર્ટ બનશે, 1250 કરોડની બજેટ જોગવાઇ
​ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને આગળ વધારતાં આગામી સમયમાં 25 જી.આઇ.ડી.સી.ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે. જેમાં ₹ 1250૦ કરોડના રોકાણથી પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ₹ 50 કરોડના રોકાણથી 120 મીની GIDCના નવીનીકરણ કરવાનું આયોજન છે.
આદિવાસી જિલ્લામાં નવી GIDC સ્થપાશે
રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત થઇ છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/02/17/gujarat-budget-2026-kanu-desai-2026-02-17-16-20-42.jpg)
ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ₹ 2755 કરોડની જોગવાઇ
​રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે “ગુજરાત ટેક્સટાઇલ પોલિસી” અંતર્ગત ₹ 67 હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયેલ છે. જેને લીધે બે લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાયેલ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે ₹ 2755 કરોડની જોગવાઇ કરાઇ છે.
આ પણ વાંચો | ગુજરાતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે છે?
ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GEPC)ની સ્થાપના કરાશે
​રાષ્ટ્રની માલસામાન નિકાસમાં 26 ટકા થી વધુ યોગદાન સાથે ગુજરાત સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાત બજેટ 2026માં આ ક્ષેત્રને પ્રોત્સાહન, તાલીમ, આર્થિક અને માર્કેટ સપોર્ટથી વધુ વેગ આપવા ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GEPC)ની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે
​રાજ્યએ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગને વધુ સશક્ત બનાવવા ગુજરાત જન વિશ્વાસ(જોગવાઇઓમાં સુધારા) અધિનિયમ, 2025 અમલમાં મૂક્યો છે. જેમાં 11 અધિનિયમો તથા 516 જોગવાઇઓમાં હકારાત્મક કાયદાકીય સુધારાઓ કરવામાં આવ્યાં છે. આ સરળીકરણના લીધે ઉત્પાદક, વેપારી અને ઔદ્યોગિક કામદારોનો શાસન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
વોકલ ફોર લોકલ થી ગુજરાતના હસ્ત ઉદ્યોગને પ્રોત્સાહન
રાજ્ય સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે “વોકલ ફોર લોકલ”ની પહેલ હેઠળ તમામ જિલ્લાઓનાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યના હાથશાળ-હસ્તકલાના અને ગ્રામોદ્યોગના 90 જેટલા ઉત્પાદનોને “એક જિલ્લો, એક ઉત્પાદન” અંતર્ગત પસંદ કરવામાં આવ્યાં છે. આ ચીજવસ્તુઓ તૈયાર કરનાર કારીગરોને તેના વેચાણ માટે સ્વદેશી હાટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us