gujarat cmo declare whatsapp number : રાજ્યના મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે CMO દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબરથી હવે મુખ્યમંત્રીને સીધી ફરિયાદ કરી શકાશે. સીએમઓમાં સંપર્ક કરવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. વોટ્સએપ નંબર 7030930344 થી મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક, અરજી, ફરિયાદ સહીતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.
રાજ્યનો દરેક નાગરીક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે જાહેર કરવામાં આવેલા એક વોટ્સએપ નંબર પર લોકો પોતાની ફરિયાદ કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલયને હવે સોશિયલ મીડિયા સાથે જોડવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો – અમૂલના MD આર એસ સોઢીએ રાજીનામું આપ્યું, જાણો કોને સોંપવામાં આવ્યો ચાર્જ
મુખ્યમંત્રીએ કાર્યરત કરાવેલું અન્ય એક મોડ્યુલ વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (VMS) છે
મુખ્યમંત્રીએ કાર્યરત કરાવેલું અન્ય એક મોડ્યુલ વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (VMS) છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં પોતાની રજુઆત અને ફરિયાદ લઇને આવતા સામાન્ય નાગરિકોની સુવિધા માટે વિકસાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે સ્વયં અને સમગ્ર મંત્રીમંડળના મંત્રીઓને સપ્તાહના બે દિવસ સોમવાર, મંગળવારે પ્રજાજનો, નાગરિકો કોઇ પૂર્વનિર્ધારીત એપોઇન્ટમેન્ટ વિના પોતાની રજુઆતો માટે મળી શકે તેવો પ્રજાહિત અભિગમ વિકસાવ્યો છે.
આના પરિણામે મોટાપાયે અરજદારો, રજુઆત કર્તાઓ પોતાની રજુઆતો લઇને મુખ્યમંત્રી કાર્યાલયમાં આવે છે. આવા અરજદારોની રજુઆતોનું કયા સ્તરે નિવારણ થઇ શકે, નાગરિકોને સરળતાએ વધુ માર્ગદર્શન મળી રહે તે માટે VMS-વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.