કોંગ્રેસે ચૂંટણીમાં ‘પાર્ટી વિરોધી’ કાર્યને લઈ પૂર્વ ધારાસભ્ય અને અન્ય 32ને સસ્પેન્ડ કર્યા

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat assembly elections) માં પાર્ટી વિરોધી કામ (anti-party work) કરનાર એક ધારાસભ્ય, બે જિલ્લા પ્રમુખ સહિત 32 લોકોને પાર્ટીમાંથી સસ્પેન્ડ (suspended) કર્યા છે.

Updated : January 21, 2023 21:19 IST
કોંગ્રેસે ચૂંટણીમાં ‘પાર્ટી વિરોધી’ કાર્યને લઈ પૂર્વ ધારાસભ્ય અને અન્ય 32ને સસ્પેન્ડ કર્યા
ગુજરાત કોંગ્રેસે પાર્ટી વિરોધી કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા

અવિનાશ નાયર : ગુજરાત કોંગ્રેસે તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પૂર્વ ધારાસભ્ય અને બે જિલ્લા પ્રમુખો સહિત 33 લોકોને સસ્પેન્ડ કર્યા હતા.

છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલાઓમાં પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ રાય રાઠોડ અને નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાલંદનો સમાવેશ થાય છે.

નાંદોદના ધારાસભ્ય વસાવાને પાર્ટીએ 2022ની ચૂંટણી માટે ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો.

પાર્ટીની શિસ્ત સમિતિના કન્વીનર બાલુ પટેલે જણાવ્યું હતું કે, પાર્ટીને તેના જ 95 કાર્યકરો અને નેતાઓ વિરુદ્ધ 71 ફરિયાદો મળી છે. પાંચ સભ્યોની સમિતિ 5 અને 19 જાન્યુઆરી, 2023ના રોજ બે વાર મળી હતી, જેમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

બાબુ પટેલે જણાવ્યું હતુ કે, “આ સિવાય, ત્યાં 18 પાર્ટી-પુરુષો છે જેમને વધુ સ્પષ્ટતા માટે વ્યક્તિગત રીતે બોલાવવામાં આવશે. તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ હોદ્દા ધરાવતા છ કાર્યકર્તાઓને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે”.

અન્ય પાંચ ફરિયાદો એવી છે કે જિલ્લા પાર્ટી પ્રમુખો સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાનો છે.

નાના આરોપોનો સામનો કરી રહેલા પક્ષના આઠ કાર્યકરોને લેખિતમાં ઠપકો આપવામાં આવ્યો છે, જ્યારે 11 અરજીઓ ફગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચોOBC અને દલિત રાજકીય પરિવારના વંશજ ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી નાના કોંગ્રેસ ધારાસભ્યદળનું નેતૃત્વ કરશે

પટેલે વધુમાં કહ્યું કે, “યોગ્યતાના આધારે કાર્યવાહી કરવામાં આવે છે. ગંભીર કિસ્સાઓમાં, વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવે છે”.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ