લીના મિશ્રા અને પરિમલ ડાભી : અમિત ચાવડા (Amit Chavda) અને શૈલેષ પરમાર (Shailesh Parmar) 1962ની પ્રથમ ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોના સૌથી નાના જૂથ નું નેતૃત્વ કરશે, 17 સભ્યોના કોંગ્રેસ ધારાસભ્યદળના નેતાઓની પાર્ટી (Gujarat Congress Legislative Party) એ મંગળવારે જાહેરાત કરી હતી.
રાજીવ ગાંધી ભવનમાં પક્ષકારો દ્વારા સ્વાગત કર્યા પછી તેમની પ્રથમ મીડિયા વાતચીતમાં, ચાવડાએ વિધાનસભામાં પક્ષની ભૂમિકાનો ખ્યાલ આપ્યો અને કહ્યું કે, કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે “રચનાત્મક ભૂમિકા” ભજવશે. તેમણે કહ્યું કે, “જો ગુજરાતમાં ભાજપ સરકાર અને ગુજરાતીઓના હિતમાં પ્રોજેક્ટ કે યોજનાઓ લાવશે તો તેને ટેકો આપશે”, અને જો ભાજપ સરકાર રાજ્ય અથવા “લોકોના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોય અથવા હિતોની વિરુદ્ધ કામ કરી રહી હોવાનું જણાયું તો વિધાનસભાની અંદર અને બહાર કોંગ્રેસ તેનો અવાજ ઉઠાવશે”.
એક અગ્રણી રાજકીય પરિવારમાંથી આવતા, 46 વર્ષીય ચાવડા માટે આ એક નવી શરૂઆત છે, જેમને 2018 માં પિતરાઈ ભાઈ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તરફથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) પ્રમુખ પદ સોંપવામાં આવ્યું હતું, અને 2021 સુધી આ પદ પર રહ્યા. જ્યારે તેજ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં પક્ષનો સફાયો થયો હતો.
ભરતસિંહ સોલંકી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે, જેમના સસરા ઈશ્વરભાઈ ચાવડા સ્વાતંત્ર્ય સેનાની હતા અને આણંદથી પાંચ વખત કોંગ્રેસના લોકસભાના સાંસદ રહ્યા, સોલંકી અને ચાવડાના દાદા હતા.
2021ની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ચાવડા અને તત્કાલીન LoP પરેશ ધાનાણીએ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું.
2004 માં, ચાવડાએ બોરસદની પેટાચૂંટણીમાં તેમની પ્રથમ વિધાનસભા બેઠક જીતી હતી, આ બેઠક ભરતસિંહ દ્વારા ખાલી કરવામાં આવી હતી, જેઓ આણંદથી લોકસભા બેઠક જીત્યા હતા અને યુપીએ સરકારમાં મંત્રી બન્યા હતા. ચાવડાએ 2007ની સામાન્ય ચૂંટણીમાં ફરીથી બોરસદ બેઠક જીતી અને પછી તેમના જન્મસ્થળ આંકલાવમાં સ્થળાંતર કર્યું, જે બેઠક તેઓ 2012 થી જીતી રહ્યા છે.
મીડિયા સાથે વાત કરતાં ચાવડાએ કહ્યું હતું કે, ચૂંટણી પહેલા જે વાતાવરણ સર્જાયું હતું તેનાથી વિપરીત પરિણામો આવ્યા છે. મોંઘવારી, બેરોજગારી, આર્થિક મંદી અને ભ્રષ્ટાચારના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ હતી, ઘણા વર્ગો અને પ્રદેશોના લોકો સરકારથી નારાજ હતા, સરકારી કર્મચારીઓ તેની વિરુદ્ધ આંદોલન કરી રહ્યા હતા. આવા સમયે કોંગ્રેસ માટે સ્વીકૃતિ હતી, અને ફેવરનું વાતાવરણ હતું. ચૂંટણી પહેલા લોકોએ કોંગ્રેસની તરફેણ કરી હતી, પરંતુ પરિણામો વિપરીત આવ્યા. કોંગ્રેસના કાર્યકરોની જેમ મતદારોને પણ શંકા છે કે અમારી મહેનતનું ઇચ્છિત પરિણામ નથી મળ્યું. કોંગ્રેસ પક્ષ દ્વારા ચોક્કસપણે આત્મનિરીક્ષણ કરવામાં આવશે. કેટલીક સામાજિક સંસ્થાઓ અને એનજીઓ પણ પરિણામોનો અભ્યાસ કરી રહી છે અને જે પણ બહાર આવશે તે આધારે ભાવિ વ્યૂહરચના નક્કી કરાશે.
કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાને વિપક્ષના નેતા (LoP)નો દરજ્જો આપવામાં ભાજપ સરકારની અનિચ્છા અંગે ચાવડાએ કહ્યું કે, “વિધાનસભા ન્યાયનું બંધારણીય મંદિર છે. નિયમો છે, અને અમે નિયમોને ધ્યાનમાં રાખીને આશા રીખીએ છીએ કે સરકાર કાર્ય કરશે, પરંતુ LOP સ્થિતિ આનુષંગિક સરકારી વિશેષાધિકારો અથવા સુવિધાઓ માટે નથી. આપણે બધા સમજીએ છીએ કે, આપણે લોકો માટે કામ કરતા રહેવાનું છે અને તેમના અધિકારો માટે લડવાનું છે. આ પોસ્ટ દ્વારા અમે લોકોનો અવાજ બનવા માંગીએ છીએ.
ચાવડાએ કહ્યું, “અમે એક રચનાત્મક વિપક્ષ તરીકે લડીશું અને જ્યાં પણ ભ્રષ્ટાચાર હશે, સરકારની નિષ્ફળતા હશે, અન્યાય કે જુલમ હશે, જો કોઈને ડરાવવાનો કે દબાવવાનો પ્રયાસ થશે, કે પછી તે પ્રશાસન તરફથી હોય કે સરકાર તરફથી, અમે અડગ રહીશું. લોકો તરફથી અમારો અવાજ એસેમ્બલી અને જરૂર પડ્યે રસ્તા પર પણ લડીશું”.
પૂર્વ GPCC પ્રમુખે જણાવ્યું હતું કે, “હું અમારા કાર્યકરોને ખાતરી આપવા માંગુ છું કે, આપણને બહુમતી મળી નથી અથવા જનાદેશ અમારી તરફેણમાં નથી, તેમ છતાં અમે લોકોના અધિકારો માટે ખભેથી ખભો મિલાવી લડીશું. અને જ્યારે પણ સરકાર સારા સકારાત્મક કામ અને પ્રોજેક્ટ્સ લાવશે, ત્યાં તેમને સમર્થન મળશે અને જ્યાં ખોટું થશે, જ્યાં લોકોને અન્યાય થશે, અમે મજબૂત વિપક્ષ તરીકે તેમની સામે લડીશું”.
ઓબીસી ચાવડા કેમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવે છે અને આંકલાવ એપીએમસીના ચેરમેન પણ છે, ઉપરાંત અનેક સ્થાનિક સહકારી સંસ્થાઓમાં હોદ્દા ધરાવે છે. તેઓ ગુજરાત રાજ્ય સહકારી બેંકમાં પણ ડિરેક્ટર છે, આ બેન્કના અધ્યક્ષ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નજીકના સાથી અજય પટેલ છે.
આ પણ વાંચો – Amit Chavda : અમિત ચાવડાની ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે પસંદગી, શૈલેષ પરમાર બન્યા ઉપનેતા
ગુજરાત વિધાનસભામાં ચાવડા સાથે ડેપ્યુટી તરીકે અમદાવાદ શહેરના દાણીલીમડા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર હશે. આ બીજી વખત છે જ્યારે 53 વર્ષીય ધારાસભ્ય પરમારને પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભામાં તેમના નાયબ નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પરમાર ગત વિધાનસભામાં પણ કોંગ્રેસ પક્ષના ઉપનેતા હતા.
દાણીલીમડા એ અનુસૂચિત જાતિ સમુદાયો માટે અનામત મતવિસ્તાર છે અને શૈલેષ પરમાર આ સમુદાયમાંથી ગૃહમાં સૌથી વરિષ્ઠ ધારાસભ્યોમાંના એક છે. શૈલેષ પરમારનો પરિવાર પણ રાજકારણ સાથે સંબંધ ધરાવે છે, કારણ કે તેમના પિતા સ્વ.મનુભાઈ પરમાર ગુજરાતના અગ્રણી દલિત નેતા હતા જેઓ ગુજરાતમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ હતા.
શૈલેષ પાંચમી વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા છે. દાણીલીમડા પહેલા, તેમણે શાહરકોટડા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું જ્યારે તે વિસ્તાર એસસી સમુદાય માટે અનામત હતો. ગત વિધાનસભા ચૂંટણીમાં શૈલેષે ભાજપના નરેશ વ્યાસને 13,000થી વધુ મતોથી હરાવ્યા હતા. શૈલેષના પિતા મનુભાઈ (મનહરભાઈ) પરમારે 1998 સુધી શાહરકોટડા મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું, ત્યારબાદ 2002માં તે ભાજપ દ્વારા જીતવામાં આવ્યું હતું, ત્યારબાદ શૈલેષ કોંગ્રેસ માટે 2007માં ફરીથી જીત્યા હતા.
શૈલેષે હિન્દી સાહિત્ય સંમેલન, પ્રયાગથી ગ્રેજ્યુએશન કર્યું છે. વ્યવસાયે તેઓ ખેડૂત છે, સાથે બાંધકામનો વ્યવસાય પણ કરે છે. શૈલેષના ઘરમાં પત્ની અને એક પુત્ર અને એક પુત્રી છે. તેમની પત્ની યશોદા ફેશન ડિઝાઈનર છે.
શૈલેષ પરમાર સામે બે ફોજદારી કેસ પેન્ડિંગ છે, એક માનહાનીનો જ્યારે બીજો ગેરકાનૂની રીતે ભેગા થવા અને ખોટી રીતે સંયમનો છે. છેલ્લી ગુજરાત વિધાનસભામાં, શૈલેષ પરમારને ભાજપના જીતુ સુખડિયા સાથે શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ મળ્યો હતો.
શૈલેષના રાજકીય કાર્ય અને પક્ષમાં તેમના યોગદાન વિશે ટિપ્પણી કરતા, ગુજરાત કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, “વર્ષોથી, શૈલેષે મુદ્દાઓ ઉઠાવવાની તેમની આગવી શૈલીથી વિધાનસભામાં આક્રમક વક્તા તરીકે નામના મેળવી છે. તેઓ હંમેશા વિધાનસભામાં ભાષણ આપતા પહેલા ઘણું હોમવર્ક કરે છે અને સદનમાં કાયદો અને વ્યવસ્થા અને રાજ્યની આર્થિક અને વહીવટી પરિસ્થિતિના મુદ્દાઓ પર ગૃહમાં તેમના ભાષણોની લોકો પ્રશંસા કરે છે. તેમને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ મળ્યો છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું, “તેઓ કોંગ્રેસનો ગઢ ગણાતા દાણીલીમડા મતવિસ્તારમાંથી જીત્યા હતા. જો કે, હકીકત એ છે કે, તેમણે 2022 માં પણ અહીં જીત મેળવી છે, ભાજપ દ્વારા તેમને હરાવવાના મોટા પ્રયાસો છતાં, તેને નજરઅંદાજ કરી શકાય નહીં”.
આ પણ વાંચો – ગુજરાતમાં કોંગ્રેસના નુકસાનનું પોસ્ટમોર્ટમ: કોંગ્રેસ નેતાઓએ જણાવ્યા ખરાબ હારના કારણો, જુઓ કોંગ્રેસથી શું ચૂક થઈ?
તેમણે વધુમાં કહ્યું કે, “કોઈને તેમની કામ કરવાની રીત પસંદ ન હોય, પરંતુ પાર્ટીમાં તેમના યોગદાનને નકારી શકાય નહીં.” ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી તરીકે નિમણૂક થયાના દિવસોથી લઈને પક્ષ દ્વારા આપવામાં આવેલી તમામ જવાબદારી તેમણે સારી રીતે નિભાવી છે. તેમના મતવિસ્તારમાં એસસી અને લઘુમતી સમુદાયો પર તેમની ખૂબ જ મજબૂત પકડ છે.”
(ભાષાંતર – કિરણ મહેતા)