DPIIT રિપોર્ટમાં ગુજરાતનો દબદબો, રાજ્યનો FD ઈક્વિટી પ્રવાહ રાષ્ટ્રીય સરેરાસથી આગળ

મજબૂત નીતિગત માળખા, વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ અને વૈશ્વિક રોકાણોને આકર્ષવા પર કેન્દ્રિત વ્યૂહરચના સાથે ગુજરાતે વિદેશી સીધા રોકાણ (FDI) પ્રવાહમાં સતત નવા માપદંડો સ્થાપિત કર્યા છે.

મજબૂત નીતિગત માળખા, વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ અને વૈશ્વિક રોકાણોને આકર્ષવા પર કેન્દ્રિત વ્યૂહરચના સાથે ગુજરાતે વિદેશી સીધા રોકાણ (FDI) પ્રવાહમાં સતત નવા માપદંડો સ્થાપિત કર્યા છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat FDI, Gujarat Industry, Gujarat Industrial Development,

એપ્રિલ 2000 થી માર્ચ 2014 સુધીમાં ગુજરાતે ફક્ત 9.51 અબજ ડોલરનું FDI ઇક્વિટી રોકાણ આકર્ષ્યું હતું. (તસવીર: Freepik)

Gujarat FDI Growth: ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને આર્થિક પ્રગતિના પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે. મજબૂત નીતિગત માળખા, વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ અને વૈશ્વિક રોકાણોને આકર્ષવા પર કેન્દ્રિત વ્યૂહરચના સાથે ગુજરાતે વિદેશી સીધા રોકાણ (FDI) પ્રવાહમાં સતત નવા માપદંડો સ્થાપિત કર્યા છે.

Advertisment

તાજેતરમાં ડિસેમ્બર 2024 માં ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (DPIIT) દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2024 સુધીમાં ગુજરાતમાં કુલ FDI ઇક્વિટી પ્રવાહના 86% છેલ્લા દાયકા એટલે કે એપ્રિલ 2014 થી સપ્ટેમ્બર 2024 સુધીનો આવ્યો છે.

એપ્રિલ 2000 થી માર્ચ 2014 સુધીમાં ગુજરાતે ફક્ત 9.51 અબજ ડોલરનું FDI ઇક્વિટી રોકાણ આકર્ષ્યું હતું. ત્યાં જ એપ્રિલ 2014 અને સપ્ટેમ્બર 2024 ની વચ્ચે ગુજરાતે મોટી છલાંગ લગાવી અને 57.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી પ્રવાહ હાંસલ કર્યો, જે છેલ્લા 24 વર્ષમાં ગુજરાતમાં આવેલા 67.16 અબજ ડોલરના FDI ઇક્વિટી પ્રવાહના 86% છે.

ગુજરાતનો FDI ઇક્વિટી પ્રવાહ રાષ્ટ્રીય સરેરાશ કરતા આગળ

જો આપણે ડેટા પરથી સમજીએ તો DPIIT રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2024-25 ના પહેલા ભાગમાં ગુજરાતમાં FDI ઇક્વિટી પ્રવાહમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2023-24 માં તે 2.29 બિલિયન ડોલરથી વધીને નાણાકીય વર્ષ 2024-25 માં 3.95 બિલિયન ડોલર થયું છે, જે 72.5% નો વધારો દર્શાવે છે.

Advertisment

આ પણ વાંચો: કોલ્ડપ્લે કોન્સર્ટ માટે અમદાવાદ સજ્જ, ટિકિટ પાર્કિંગ ટ્રાફિક ડાયવર્ઝન સહિત A to Z માહિતી

ત્યાં જ આ જ સમયગાળા દરમિયાન, રાષ્ટ્રીય સ્તરે FDI ઇક્વિટી પ્રવાહ પણ USD 20.49 બિલિયનથી વધીને USD 29.79 બિલિયન થયો, જે 45.4% નો વધારો દર્શાવે છે. આમ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતે રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે FDI ઇક્વિટી પ્રવાહ પ્રાપ્ત કરીને રાજ્યને રોકાણ માટે એક મુખ્ય સ્થળ તરીકે સ્થાપિત કર્યું છે.

2000 થી 2024 સુધી ગુજરાતનો હિસ્સો કેટલો છે?

DPIIT રિપોર્ટમાં એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2024 સુધીમાં ભારતમાં કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) 1.03 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું છે, જે દેશની આર્થિક વૃદ્ધિ અને ભારતમાં વૈશ્વિક રોકાણકારોના સતત વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે તેની વિગતો આપે છે. ત્યાં જ જો આપણે આ ડેટામાં FDI ઇક્વિટી પ્રવાહને સમજીએ, તો છેલ્લા 24 વર્ષમાં ભારતમાં USD 708.65 બિલિયન FDI ઇક્વિટી પ્રવાહ આવ્યો છે.

આ જંગી FDI ઇક્વિટી પ્રવાહમાં ગુજરાતનો ફાળો પણ નોંધપાત્ર રહ્યો છે રાજ્યને કુલ USD 67.16 બિલિયનનો FDI ઇક્વિટી પ્રવાહ મળ્યો છે, જે આ સમયગાળા દરમિયાન ભારતમાં આવેલા FDIના 9.5% જેટલો છે. નોંધનીય છે કે છેલ્લા દાયકાના ડેટા પર નજર કરીએ તો એટલે કે એપ્રિલ 2014 થી સપ્ટેમ્બર 2024 વચ્ચે ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન 57.65 અબજ ડોલરનો રેકોર્ડ FDI ઇક્વિટી પ્રવાહ આવ્યો છે, જે આ સમયગાળા દરમિયાન દેશમાં આવેલા 492.27 અબજ ડોલરના FDI ઇક્વિટીનો હિસ્સો 11.7% છે.

ગુજરાતની FDI સફળતા

ગુજરાતની સફળતા એ નીતિગત સ્થિરતા, નવીનતા અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવાના રાજ્યના સતત પ્રયાસોનું પરિણામ છે. રાજ્યએ માત્ર પરંપરાગત ઉદ્યોગોમાં જ નહીં પરંતુ નવીનીકરણીય ઉર્જા, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને IT/ITeS જેવા ઉભરતા ક્ષેત્રોમાં પણ રોકાણ આકર્ષ્યું છે, જેનાથી તે વૈશ્વિક રોકાણ નકશા પર મજબૂત રીતે સ્થાન મેળવી શક્યું છે. ગુજરાતના કુશળ કાર્યબળ અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા પ્લેટફોર્મે તેને રોકાણ માટેનું મુખ્ય સ્થળ બનાવ્યું છે. આ બધા પરિબળોએ ગુજરાતને વિદેશી રોકાણનું કેન્દ્ર બનાવ્યું છે.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત