GSEB HSC Board Exam 2025 Datesheet : હોળી-ધૂળેટીની રજાના પગલે ધો-12 સામાન્ય પ્રવાહ પરીક્ષાની તારીખમાં ફેરફાર

Gujarat HSC (12th) Board Exam Time Table 2025 Out: રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ની જાહેર રજાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ધૂળેટીની રજા 14 તારીખના રોજ છે જેથી હોળી 13 તારીખના રોજ હોઈ ફક્ત ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Written by Rakesh Parmar
Updated : December 12, 2024 13:31 IST
GSEB HSC Board Exam 2025 Datesheet : હોળી-ધૂળેટીની રજાના પગલે ધો-12 સામાન્ય પ્રવાહ પરીક્ષાની તારીખમાં ફેરફાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10માં ગણિત વિષયને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે

GSEB HSC Board Exam Time Table 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી અનુસાર ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2025 માં લેવાનાર મુખ્ય પરીક્ષા-2025નો કાર્યક્રમ તા.15-10-2025ના રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જોકે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ની જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે જેમાં ધૂળેટીની રજા 14 તારીખના રોજ છે જેથી હોળી 13 તારીખના રોજ હોઈ ફક્ત ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં ફેરફાર અનુસાર, ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા તા.27-02-2025 થી તા.17-03-2025 દરમિયાન યોજાશે. આમ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સુધારેલ કાર્યક્રમ બોર્ડની બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે, જેની નોંધ લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળા સંચાલકોએ લેવી.

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પણ પરીક્ષા 27 ફેબ્રુઆરી જ શરૂ થશે. અગાઉ આ પરીક્ષા 13 માર્ચે પૂર્ણ થવાની હતી. પરંતુ હોળી ધુળેટીની રજાના કારણે 13 માર્ચે પૂર્ણ થનારી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ