ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે અને દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યુ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 7 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. નોંધનીય છે કે, એક દિવસ પહેલા જ કોંગ્રેસ તેના 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી.
જાણો કોંગ્રેસે કોને ક્યાંથી ટિકિટ આપી
નંબર | બેઠકનું નામ | ઉમેદવારોના નામ |
---|---|---|
1 | રાપર | બચુ ભાઈ અથેરીયા |
2 | વઢવાણ | તરૂણ ગઢવી |
3 | રાજકોટ | ઇન્દ્રનિલ રાજગુરૂ |
4 | ધારી | ડો. કિરીટ બોરીસાગર |
5 | નાંદોલ(એસટી) | હરેશ વસાવા |
6 | નવસારી | દિપક બારોટ |
7 | ગણદેવી(એસટી) | અશોક લાલુભાઈ પટેલ |

કોંગ્રેસ પક્ષે ગુજરાત વિધાનસભા માટે પોતાના 7 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં રાપરમાં બચુ ભાઇ અથેરિયા, વઢવાણમાં તરૂણ ગઢવીને ટિકિટ આપી છે. તો રાજકોટમાં ઇન્દ્રનિલ રાજગુરુ, નાંદોલ (એસટી)માં હરેશ વસાવા, ધારીમાં ડો. કિરીટ બોરીસાગર, નવસારીમાં દિપક બારોટ અને ગણદેવી (એસટી)ની બેઠક પર અશોક લાલુભાઇ પટેલને ટિકિટ આપી છે.
નંબર બેઠકનું નામ ઉમેદવારોના નામ
કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરુ જેમણે અગાઉ AAPમાં જોડાવા માટે પાર્ટી છોડી દીધી હતી અને તાજેતરમાં કોંગ્રેસમાં ફરી જોડાયા હતા, તેઓ રાજકોટ પૂર્વની બેઠક પરેથી ચૂંટણી લડશે.
નોંધનીય છે કે, કોંગ્રેસ 5 નવેમ્બરના રોજ 43 ઉમેદવારોની પ્રથમ યાદી, 10 નવેમ્બર 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી અને હવે 11 નવેમ્બરના રોજ વધુ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.