Gujarat Election Survey: શું ગુજરાતના મતદારો ભાજપ સરકારની કામગીરીથી સંતુષ્ટ છે? જુઓ સર્વેમાં શું આવ્યું

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ (Date) જાહેર થઈ ગઈ છે તો જોઈએ સીએસડીએસ લોકનિતી સર્વે (CSDS-Lokniti Survey) માં ભાજપ સરકાર (BJP Goverment) ની કામગીરીથી મતદાતાઓ (voters) સંતુષ્ટ છે નહીં? શું સામે આવ્યું.

Written by Kiran Mehta
Updated : November 03, 2022 13:43 IST
Gujarat Election Survey: શું ગુજરાતના મતદારો ભાજપ સરકારની કામગીરીથી સંતુષ્ટ છે? જુઓ સર્વેમાં શું આવ્યું
ગુજરાત ચૂંટણી સર્વે

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે, તો સર્વેમાં ભાજપની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં CSDS-લોકનીતિ સર્વેક્ષણના સર્વેમાં ગુજરાતના મતદારોએ પોતાનો અભિપ્રાય આપ્યો અને જણાવ્યું કે તેઓ રાજ્યની ભાજપ સરકારથી કેટલા સંતુષ્ટ અને કેટલા અસંતુષ્ટ છે.

તમને જણાવી દઈએ કે, સર્વેમાં છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ભાજપ સરકારના કામકાજ અંગે લોકો પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. સર્વેમાં ભાગ લેનારા લગભગ બે તૃતીયાંશ લોકો માને છે કે તેઓ રાજ્યમાં ભાજપ સરકારના કામથી સંતુષ્ટ છે. જોકે, ત્રીજા ભાગના લોકોએ રાજ્ય સરકાર સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

લોકનીતિ-સીએસડીએસ સર્વે અનુસાર, ભાજપના કામથી સંતુષ્ટ લોકોની કુલ સંખ્યા 19 ટકા છે. તો, જેઓ કંઈક અંશે સંતુષ્ટ છે તેમની સંખ્યા 22 ટકા છે. આ સિવાય અમુક અંશે અસંતુષ્ટ લોકોની સંખ્યા 42 ટકા છે. ભાજપથી સંપૂર્ણ અસંતુષ્ટ 14 ટકા છે.

આ સર્વેમાં એક ચોંકાવનારી વાત બહાર આવી છે કે, 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સરકારના કામથી સંતુષ્ટ લોકોની સંખ્યામાં આ વખતે 11 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, સંપૂર્ણ રીતે સંતુષ્ટ લોકોની સંખ્યા વર્ષ 2017માં માત્ર 8 ટકા હતી, પરંતુ 2022માં આ સંખ્યા વધીને 31 ટકા થઈ ગઈ છે.

CSDS-લોકનીતિ સર્વે દરમિયાન લોકોને પૂછવામાં આવ્યું કે, શું ગુજરાત હવે પહેલા જેવું વિકસિત છે કે નહીં? આ સવાલના જવાબમાં જે જવાબ આવ્યો તે આશ્ચર્યજનક હતો. સર્વે અનુસાર, 2017માં 38 ટકાની સરખામણીમાં 2022માં 51 ટકા લોકોએ હા પાડી.

આ પણ વાંચોગુજરાત ચૂંટણી: કેમ ભાજપ, કોંગ્રેસ, આપ, બધાની નજર આદિવાસી સમુદાય પર? કેજરીવાલે શું ખેલ્યો દાવ?

રાજ્ય સરકાર તમામ વર્ગો માટે કામ કરી રહી છે કે કેમ તે પ્રશ્ન પર સર્વેમાં સામેલ લોકોનો અલગ મત હતો. સર્વેક્ષણના પ્રશ્નમાં સમાવિષ્ટ 10 લોકોમાંથી માત્ર 3 લોકોનું કહેવું છે કે રાજ્યમાં વિકાસના કામો તમામ વર્ગો માટે થયા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ