scorecardresearch

ગુજરાત ચૂંટણી: કેમ ભાજપ, કોંગ્રેસ, આપ, બધાની નજર આદિવાસી સમુદાય પર? કેજરીવાલે શું ખેલ્યો દાવ?

Gujarat Election and tribal community: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આદિવાસી સમુદાયનું મોટુ પ્રભુત્વ છે. રાજ્યમાં 15 ટકા વસ્તી (Gujarat Tribal population) ટ્રાયબલ સમાજની છે. 27 વિધાનસભા બેઠકો (ST Seat) પર આદિવાસી મત નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

ગુજરાત ચૂંટણી: કેમ ભાજપ, કોંગ્રેસ, આપ, બધાની નજર આદિવાસી સમુદાય પર? કેજરીવાલે શું ખેલ્યો દાવ?
ગુજરાત ચૂંટણીમાં આદિવાસી સમુદાયનું પ્રભુત્વ (ફોટો – Indian Express)

Gujarat Election and tribal community: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને લઈને રાજકીય ઉથલપાથલ ચાલુ છે. તમામ રાજકીય પક્ષો ગુજરાતની જનતાને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જુદા જુદા વિભાગો પર તાર લગાવી રહ્યા છે, જેમાં આદિવાસી સમુદાય પણ અગ્રણી છે. આદિવાસી સમુદાય, વસ્તી (Tribal population) ના 15 ટકા સાથે, મતોની દ્રષ્ટિએ રાજ્યના રાજકારણ (Gujarat Politics) માં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. આ સમુદાય ઘણી બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

આદિવાસી સમુદાયોને શા માટે પ્રભાવશાળી કહેવામાં આવે છે?

ગુજરાતની વસતીનો 15 ટકા હિસ્સો ધરાવતો આ સમુદાય અનેક જાતિઓમાં વહેંચાયેલો છે. તેમાં ભીલ, દુબલા, ધોડિયા, રાઠવા, વરલી, ગાવિત, કોકણા, નાયકરા, ચૌધરી, ધનકા, પટેલિયા અને કોળી (આદિવાસીઓ)નો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 27 બેઠકો પર તેમનો નોંધપાત્ર પ્રભાવ છે. આદિવાસી સમુદાય બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ-દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સુરત સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ફેલાયેલો છે. આ સમુદાયના રાજકીય પ્રભાવને તમામ રાજકીય પક્ષો સારી રીતે સમજે છે.

ગુજરાતના રાજકારણમાં આ સમુદાયની સ્થિતિ આ એક ઉદાહરણથી સમજી શકાય છે. તાજેતરમાં, ગુજરાત સરકારે આદિવાસી સમુદાયના વિરોધ બાદ પાર-તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને રદ કરવાની જાહેરાત કરી હતી. ભાજપ માટે આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્ત્વનો હતો, પરંતુ તેનાથી પીછેહઠ કરવાનું સ્પષ્ટ દેખાય છે કે ભાજપ આ વર્ગના મતની અસરને સમજે છે.

કોંગ્રેસનો રહ્યો છે પ્રભાવ, ભાજપ અને આપ કેવી રીતે બદલશે ચિત્ર

તાજેતરમાં જ્યારે દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા ત્યારે રાજકીય ગલિયારામાં એવી પણ ચર્ચા હતી કે ભાજપે ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. આને ગુજરાતના આદિવાસી મતદારોને રીઝવવાના પગલા તરીકે જોવામાં આવે છે. ગુજરાતમાં, ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણી કરતાં 2019ની લોકસભા ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું, જેમાં ભાજપનો વોટ શેર વધીને 52 ટકા થયો હતો જ્યારે કોંગ્રેસનો 38 ટકા હતો.

બીજી તરફ, કોંગ્રેસ ગુજરાતમાં અઢી દાયકાથી સત્તાથી દૂર છે, પરંતુ આદિવાસી સમુદાયમાં પાર્ટીનો પ્રભાવ 2017ની ચૂંટણી સુધી અકબંધ રહ્યો હતો. અમે આ આંકડા પરથી અંદાજ લગાવી શકીએ છીએ કે STની 27 અનામત સીટોમાંથી કોંગ્રેસ અને BTPએ 18 બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસ આગામી ચૂંટણીમાં પોતાની લીડ જાળવી રાખવા માંગશે તો ભાજપ અને આમ આદમી પાર્ટી પણ લીડ મેળવવાનો પ્રયાસ કરશે.

અરવિંદ કેજરીવાલે દાવ રમ્યો હતો

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી રાજ્યમાં પૂરી તાકાત બતાવી રહી છે અને PESA એક્ટ (પંચાયત એક્સટેન્શન ટૂ ધ શિડ્યુલ એરિયા) પર દાવ ચાલ્યો છે. આ અધિનિયમ 1996 માં લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદો લાવવાનો હેતુ અનુસૂચિત વિસ્તારો અથવા આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકો માટે ગ્રામસભા દ્વારા સ્વ-સરકારને પ્રોત્સાહન આપવાનો છે. આ કાયદો આદિવાસી સમુદાયને તેની પોતાની સ્વ-સરકારની પ્રણાલીના આધારે શાસન કરવાની સત્તા આપે છે અને ગ્રામ સભાને વિકાસ યોજનાઓ મંજૂર કરવામાં અને તમામ સામાજિક ક્ષેત્રોને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની સત્તા આપે છે.

આ પણ વાંચોગુજરાત વિધાનસભા ચૂંટણી: નારાજગીની આહટ! ભાજપાએ માછીમારોને ડીઝલની ખરીદી પર આપી રાહત, 9 બેઠકો પર માછીમાર સમાજનું પ્રભુત્વ

કેજરીવાલે છોટા ઉદેપુર જિલ્લામાં આદિવાસીઓ માટે છ મુદ્દાની ગેરંટી સાથે PESA કાયદાના કડક અમલની જાહેરાત કરી છે. તેમણે એવું પણ વચન આપ્યું છે કે, આદિવાસી સલાહકાર સમિતિનું નેતૃત્વ આદિવાસી સમુદાયના વ્યક્તિ દ્વારા કરવામાં આવશે, મુખ્યમંત્રી નહીં, જ્યારે ભાજપ અને કોંગ્રેસની સરકારો પણ પેસા કાયદા દ્વારા આદિવાસીઓને આપવામાં આવેલા અધિકારોનું રક્ષણ કરવાનું વચન આપતી રહી છે.

(સ્ટોરી – Mohammad Qasim, અનુવાદ – Kiran Mehta)

Web Title: Gujarat election and tribal community bjp congress aap tribal population arvind kejriwal

Best of Express