scorecardresearch

ગુજરાત ચૂંટણી: જ્યારે કોંગ્રેસ નેતાએ જ ઈન્દિરા ગાંધીને આપી હતી ચેલેન્જ, જાણો પછી કેમ છોડવી પડી ખુરશી

Gujarat Assembly Election : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. તો વર્ષો પહેલાનો કોંગ્રેસ (Congress) નો એક કિસ્સો યાદ કરીએ, જેમાં તે સમયના તત્કાલીન કોંગ્રેસ નેતા ચીમનભાઈ પટેલે (Chimanbhai Patel) તત્કાલિન પીએમ ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ને ગુજરાતમાં મુખ્યમંત્રી (Gujarat CM) કોણ હશે તે મામલે વિવાદ થયો હતો.

ગુજરાત ચૂંટણી: જ્યારે કોંગ્રેસ નેતાએ જ ઈન્દિરા ગાંધીને આપી હતી ચેલેન્જ, જાણો પછી કેમ છોડવી પડી ખુરશી
ઈન્દીરા ગાંધી – (Express archive photo)

Gujarat Assembly Election : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. તો વર્ષો પહેલાનો કોંગ્રેસ (Congress) નો એક કિસ્સો યાદ કરીએ, જેમાં તે સમયના તત્કાલીન કોંગ્રેસ નેતા ચીમનભાઈ પટેલે (Chimanbhai Patel) તત્કાલિન પીએમ ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ને ગુજરાતમાં મુખ્યમંત્રી (Gujarat CM) કોણ હશે તે મામલે વિવાદ થયો હતો.

સમગ્ર દેશની નજર ગુજરાતની ચૂંટણી પર છે. 2024માં લોકસભા ચૂંટણી પહેલા ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પણ સામેલ છે. હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આવતા મહિને નવેમ્બરમાં મતદાન થશે. આજ મહિનામાં ગુજરાતની ચૂંટણી પણ યોજાઈ શકે છે. બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે અને કોંગ્રેસ બંને રાજ્યોમાં મુખ્ય વિરોધ પક્ષ છે. તેથી તે બંને પક્ષો માટે મહત્વપૂર્ણ છે.

ગુજરાતમાં ભાજપ લાંબા સમયથી સત્તા પર છે. આ પહેલા કોંગ્રેસ પાર્ટીનો જમાનો હતો. કોંગ્રેસ પક્ષના વિવિધ નેતાઓએ રાજ્યનું નેતૃત્વ કર્યું. આ નેતાઓમાંના એક ચીમનભાઈ પટેલ હતા, જેમને તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધી સાથે રાજ્ય વિધાનસભામાં પક્ષના નેતા કોણ હશે અને મુખ્યમંત્રી કોણ હશે તેના પર વિવાદ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, જૂન 1973માં ચીમનભાઈ પટેલના સમર્થનમાં માત્ર 70 ધારાસભ્યો હતા. રાજ્ય વિધાનસભામાં 168 બેઠકો હતી. આવી સ્થિતિમાં તેમની પાસે સરકાર બનાવવા માટે પૂરતા ધારાસભ્યો ન હતા. એટલે કે પોતે મુખ્યમંત્રીની રેસમાં હોવા છતાં સમર્થક ધારાસભ્યોની સંખ્યા ઓછી હોવાથી તેઓ પરેશાન હતા. તેમની સામે માત્ર બે જ રસ્તા હતા, કાં તો તેમણે પાર્ટીથી અલગ થઈ જવું જોઈએ અથવા ઈન્દિરા ગાંધી જેને સીએમ બનવા ઈચ્છે છે તેને સમર્થન આપવું.

તે બંનેમાંથી એક પણ વાત સાથે સંમત ન હત. ત્યારબાદ તેઓ પોતાનો દાવો રજૂ કરવા બોમ્બેના રાજભવનમાં ઈન્દિરા ગાંધીને મળવા આવ્યા હતા. પરંતુ જ્યારે મામલો વધુ વણસી ગયો ત્યારે તેમણે ઈન્દિરા ગાંધીને સ્પષ્ટ કહ્યું, “તમે આ નક્કી ન કરી શકો કે ગુજરાતમાં ધારાસભ્ય દળના નેતા કોણ હશે. આ બાબતનો નિર્ણય ત્યાંના ધારાસભ્યો જ લેશે.

આ પછી ઈન્દિરા ગાંધીએ તેમનો વિરોધ ન કર્યો અને તેમને તત્કાલીન વિદેશ મંત્રી અને ગુજરાતના પ્રભારી સરદાર સ્વરણ સિંહને મળવા કહ્યું. સ્વરણ સિંહે આ સમસ્યાના ઉકેલ માટે ગુપ્ત મતદાનનું સૂચન કર્યું હતું. જોકે આ પહેલા ક્યારેય બન્યું ન હતું. સ્વરણ સિંહ પોતે ગુજરાત ગયા અને તમામ ધારાસભ્યોને બોલાવીને તેમની પાસેથી ચીમનભાઈ પટેલ અને કાંતિલાલ ઘિયા માટે ગુપ્ત મતદાન કરાવ્યું. તેની મતગણતરી દિલ્હીમાં થઈ હતી. આ મતદાનમાં ચીમનભાઈ પટેલનો સાત મતથી વિજય થયો હતો.

આ પણ વાંચોમલ્લિકાર્જુન ખડગેની કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તાજપોશી, ગુજરાતમાં થશે ‘અગ્નિ પરિક્ષા’, 10 પોઈન્ટ્સ

ઈન્દિરા ગાંધી સાથે વિવાદ – પરિણામ પણ ભોગવવું પડ્યું

ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા, પરંતુ તેઓ લાંબા સમય સુધી તે પદ પર રહી શક્યા નહી. ઈન્દિરા ગાંધી સાથે ટક્કર લેવાનું પરિણામ પણ તેમને ભોગવવું પડ્યું. લગભગ કુલ બસો દિવસ સત્તામાં રહ્યા બાદ વધતી મોંઘવારી અને વિદ્યાર્થીઓના અસંતોષને કારણે શરૂ થયેલી ગુજરાત નવનિર્માણ ચળવળ દરમિયાન ઈન્દિરા ગાંધીની સૂચનાથી તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી બાબુભાઈ પટેલના નેતૃત્વમાં બિનકોંગ્રેસી સરકાર રચાઈ. આ આંદોલન પછી લોકનાયક જયપ્રકાશ નારાયણે પણ આંદોલન શરૂ કર્યું.

Web Title: Gujarat election congress leader chimanbhai patel challenge indira gandhi

Best of Express