scorecardresearch

મતદાનની ટકાવારી ઓછી પરંતુ 10 લાખ વધુ મત પડ્યા, સી.આર. પાટીલનો દાવો – ‘ફાયદો ભાજપને થશે’

Gujarat Election polling : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું ટકાવારીમાં મતદાન ઓછુ પરંતુ 10 લાખ વધુ મત પડ્યા, સીઆર પાટીલે (c r patil) દાવો કર્યો કે, ભાજપને ફાયદો થશે.

મતદાનની ટકાવારી ઓછી પરંતુ 10 લાખ વધુ મત પડ્યા, સી.આર. પાટીલનો દાવો – ‘ફાયદો ભાજપને થશે’
ગુજરાત વિધાનસભા ચૂંટણી મતદાન (Express photo by Nirmal Harindran)

ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે શનિવારે જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન 2017ની ચૂંટણી કરતાં 10 લાખ વધુ મતો પડ્યા અને આ વધેલુ મતદાન ભાજપની તરફેણમાં રહેશે.

પ્રથમ તબક્કાના મતદાનમાં 1.51 કરોડ મત પડ્યા હતા. 2017 માં, સમાન 89 બેઠકો પર 1.41 કરોડ મતો મળ્યા હતા, આમ અગાઉની ચૂંટણીઓ કરતા 10 લાખ વધુ મત છે.

સમાન પાંચ વર્ષના સમયગાળામાં, ગુજરાતમાં મતદારોની કુલ સંખ્યામાં 5.5 લાખનો વધારો થયો છે, 4.35 કરોડથી વધીને 4.9 કરોડ થઈ છે, એટલે કે 13% નો વધારો થયો છે.

સીઆર પાટીલે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, ટકાવારીની દૃષ્ટિએ મતદાન ઓછું જણાય છે, પરંતુ કુલ મતોની સંખ્યામાં વધારો થયો છે. ચૂંટણી પંચ દ્વારા શેર કરાયેલા આંકડા દર્શાવે છે કે, 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાના મતદાનમાં 63.31% મતદાન નોંધાયું હતું, જે 2017ના 66.79% કરતા ઓછું છે.

મતદાનમાં વધારો થવાથી ભાજપને ફાયદો થશે એવો દાવો કરતા પાટીલે કહ્યું કે, પાર્ટી આ વખતે ત્રણ રેકોર્ડ બનાવશેઃ સૌથી વધુ બેઠકો, ઉમેદવારોની સૌથી મોટી લીડ અને પાર્ટી માટે રેકોર્ડ વોટ શેર.

વિપક્ષના દાવાઓ હતા કે પ્રચારમાં ભાજપના તમામ ટોચના નેતાઓ ઉતરી પડ્યા છે, જે પાર્ટીનો ગભરાટ દર્શાવે છે, તો પાટીલે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ માટે ગુજરાત તેમનું “ઘર” હોવાથી તેમાં ભાગ લેવો સ્વાભાવિક છે.

તેમણે લોકોને વિનંતી કરી કે, તેઓ 5 ડિસેમ્બરે મતદાનના બીજા તબક્કામાં “પીએમ મોદી પરના તેમના વિશ્વાસને મતમાં રૂપાંતરિત કરે”

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, “ગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સુરત, રાજકોટ અને જામનગરમાં રાજ્યની સરેરાશ 63.3 ટકા કરતાં ઓછું મતદાન નોંધાયું હતું, જે 2017ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66.75 ટકા હતું.” જ્યારે ઘણા મતવિસ્તારોમાં મતદાનની ટકાવારી વધી છે, ત્યારે આ મહત્વના જિલ્લાઓની શહેરી ઉદાસીનતાને કારણે સરેરાશ મતદાનનો આંકડો ઘટ્યો છે. હિમાચલ પ્રદેશની વિધાનસભાની તાજેતરની સામાન્ય ચૂંટણી દરમિયાન, શિમલા શહેરી વિધાનસભા મતવિસ્તારમાં સૌથી ઓછું 62.53 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે રાજ્યમાં સરેરાશ 75.6 ટકા છે.

આ પણ વાંચોગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કયા જિલ્લામાં કેટલું મતદાન થયું? જુઓ – 2017ની તુલનામાં ક્યાં કેટલું ઓછુ મતદાન નોંધાયું?

તમને જણાવી દઈએ કે, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં 93 બેઠકો પર 800 થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ગુરુવારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું.

Web Title: Gujarat election polling percentage low but 10 lakh more votes c r patil claim bjp will benefit

Best of Express