ગોપાલ કટેસિયા: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાના થોડાક દિવસો પછી જ આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય ભૂપત ભાયાણીના (Bhupat Bhayani)પક્ષ બદલવાની વાત સામે આવી હતી. જોકે આપ ધારાસભ્યે આ વાત અફવા ગણાવી હતી અને લોકોની સલાહ પછી નિર્ણય કરવાની વાત કહી હતી.
ભૂપત ભાયાણીનો એક વીડિયો સામે આવ્યો છે. બીજા ચાર લોકોની મને ખબર નથી પણ મારું ગોત્ર ભાજપ છે. આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં ન હતી, તે 2014માં આવી. આપણે તો ભાજપમાં 2000ના વર્ષથી છીએ. 14 વર્ષ મારા તેમાં (ભાજપ)માં જ ગયા છે. ઉપરના લેવલે મારું માન-સન્માન ત્યારે પણ હતું, કારણ કે મેં પાર્ટી છોડી તે તે લોકોના વાંધાથી છોડી નથી અહીંના વાંધાથી છોડી છે. કુવાના દેડકા હતા જે ડ્રાઉ-ડ્રાઉ કરતા હતા તેમની સામે વાંધો હતો અને હું બહાર નીકળ્યો હતો. ઉપરના લોકો મારી પાસે અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. જોકે મારે શું કરવું તે મને ખબર હોય ને નહીંતર કાલે પટ્ટો ના પહેરી લેત.આ સત્ય છે, જનતાની સામે ખોટું બોલવું મને વ્યાજબી લાગતું નથી.
આ પણ વાંચો – ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ખાતાની ફાળવણી, હર્ષ સંઘવીને ગૃહ વિભાગ, ઋષિકેશ પટેલને આરોગ્ય
BJPની વિચારધારાથી આકર્ષિત
AAPના કેટલાક નેતાઓએ કહ્યું કે સ્થિતિ ક્યારેય પણ બદલી શકે છે. એક નેતાએ કહ્યું કે ભૂપત ભાયાણી એવા વ્યક્તિ છે જે ભાજપાની વિચારધારાથી આકર્ષિત છે. આપ માટે તેમનું દલબદલ પાર્ટીની વિચારધારાની સરખામણીમાં સ્થાનીય હરિફાઇથી વધારે લેવા દેવા હતું. જેથી પોતાનો પોઇન્ટ સાબિત કરવા અને વિસાવદર સીટ જીતીને પોતાના હરિફને એક સંદેશ આપવા માંગતા હતા. ભાયાણી સંઘર્ષ વિરામ ઇચ્છે છે અને ભાજપામાં પરત ફરવા માંગે છે.
ભૂપત ભાયણીએ ભાજપના હર્ષદ રીબડિયાને હરાવ્યા
વિસાવદર બેઠક પરથી ભાજપે હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ જીત મેળવી હતી.
આપના આ 5 ઉમેદવારો જીત્યા
આપના જે ઉમેદવારોએ જીત મેળવી છે તેમાં વિસાવદરથી ભૂપત ભાયાણી, ડેડિયાપાડાથી ચૈતર વસાવા, ગારિયાધરથી સુધીર વાઘાણી, જામજોધપુરથી આહીર હેમંત ખવાજી અને બોટાદથી ઉમેશ મકવાણાની જીત થઇ છે.