Gujarat Election Result Analysis: જાણો ગુજરાત ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ જીતના પાંચ કારણો

Gujarat Election Result Analysis: ગુજરાત વિધાનસલભા ચૂંટણીમાં ભાજપની જીત માટેના મુખ્ય પાંચ કારણો (BJP record victory five reasons) માં આપની એન્ટ્રીથી ભાજપ વિરોધી મતોનું વિભાજન, કોંગ્રેસ નેતૃત્વની ઉદાસિનતા, મોદીનો પ્રભાવ, ભાજપનું મેનેજમેન્ટ અને સંગઠન શક્તિ જેવા કારણો મુખ્ય જવાબદાર ગણાવી શકાય.

Written by Kiran Mehta
Updated : December 09, 2022 11:37 IST
Gujarat Election Result Analysis: જાણો ગુજરાત ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ જીતના પાંચ કારણો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 - ભાજપની રેકોર્ડ જીતના પાંચ મુખ્ય કારણ

Gujarat Election Result 2022: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ 156 બેઠકો જીતી પ્રચંડ બહુમત મેળવ્યો છે. કોંગ્રેસે (Congress) 17 અને આમ આદમી પાર્ટી (AAP)એ 5 બેઠકો પર સમેટાઈ ગઈ. ગુજરાત ભાજપના વડા સી. આર. પાટીલે જાહેરાત કરી છે કે, ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગુજરાતમાં જ્યાં આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી સાથેની સ્પર્ધા ત્રિકોણીય ગણાતી હતી ત્યાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, એવા કયા કારણો હતા જેણે રાજ્યમાં ભાજપની જંગી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ગુજરાતમાં સાતમી વખત ભાજપની જીત સાથે આ ચૂંટણીએ રાજ્યમાં ઈતિહાસ રચ્યો છે. ભારતીય જનતા પાર્ટીને આ વિધાનસભા ચૂંટણીમાં 50 ટકાથી વધુ વોટ મળ્યા છે અને ગૃહમાં સૌથી વધુ 150થી વધુ બેઠકો પણ મેળવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો તેમના ગૃહ રાજ્યમાં જબરદસ્ત પ્રભાવ, એક બહારના વ્યક્તિને સ્વીકારવા માટે મતદારોના એક વર્ગની તૈયારી અને થાકેલી કોંગ્રેસની અસ્વીકૃતિ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની મુખ્ય વિશેષતાઓમાંની એક છે.

ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી ભાજપનો મુખ્ય ચહેરો હતા : 2017 અને 2022ના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી ભાજપનો મુખ્ય ચહેરો હતા. ગત વખતે, પાટીદાર અનામત આંદોલન અને ખેડૂત સમુદાયમાં ભ્રમણાએ કોંગ્રેસને ફાયદો પહોંચાડવાનું કામ કર્યું હતું. આ વખતે, તેમણે 2024 માં વડા પ્રધાન તરીકે તેમની વાપસી માટે વિધાનસભામાં જીતને જરૂરી માન્યું.

AAPએ કોંગ્રેસના મતો પર કાપ મૂક્યો: ગુજરાતના ભાજપના ટોચના નેતા સંમત થયા કે, ભાજપે ઘણી બેઠકો જીતી છે કારણ કે AAPએ કોંગ્રેસના મતોનું વિભાજન કર્યું. તેમણે કહ્યું કે, પક્ષના કાર્યકરો પણ AAPના આક્રમક ઝુંબેશ અંગે શંકાસ્પદ હતા, તેમ છતાં પક્ષે AAPની મફતની ટીકા કરી હતી. ભાજપા નેતાએ પેજ સમિતિઓને શ્રેય આપતાં કહ્યું, “તેઓએ અમને સજાગ રાખ્યા, નહીં તો કોંગ્રેસના સુસ્ત પ્રચારને જોતા અમે આત્મસંતુષ્ટ થઈ શક્યા હોત.”

ભાજપના નેતાઓ એમ પણ કહે છે કે, પાર્ટીની અંદર મતભેદ હતો અને પૂર્વ મંત્રીઓને હરીફાઈમાંથી બહાર રાખ્યા હતા, પરંતુ પાર્ટીએ પીએમ મોદીની 30 ચૂંટણી રેલીઓ અને અમિત શાહના સંચાલનથી સમયસર આ બધી ખામીઓને દૂર કરી લીધી હતી.

આ પણ વાંચોગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: તમારા જિલ્લાની કઈ બેઠક પર કયા ઉમેદવારની જીત થઈ

ભાજપ પ્રચાર અભિયાન : આ વખતે, ભાજપની સંગઠિત અને શિસ્તબદ્ધ કેડર અને મજબૂત સંગઠને સત્તા વિરોધી અને શિથિલતા જેવા પરિબળોને નકારી કાઢ્યા. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ ગુજરાતની જીતનો શ્રેય બે પરિબળોને આપ્યો. તેમણે કહ્યું, “માઈક્રો મેનેજમેન્ટ એ ભાજપની શૈલી છે. ભાજપ હંમેશા પૂરા જોશ સાથે પ્રચાર કરે છે. પરંતુ ગુજરાતમાં ભાજપ વિરોધી મતોનું વિભાજન કરવા માટે ગુજરાતના રાજકીય દ્રશ્યમાં AAPના પ્રવેશથી ભાજપને મદદ મળી. રાજ્યમાં ભાજપ વિરોધી ચળવળમાં રાહુલ ગાંધીનું અલગાવ થવું, રહેવું અને સ્થાનિક કોંગ્રેસના નેતૃત્વની ઉદાસીનતાએ તેમાં ઉમેરો કર્યો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ