ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ના કારણે આપ સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઘણા સક્રિય જોવા મળી રહ્યા છે. તે રાજ્યમાં ઘણી રેલીઓ અને જનસભા કરી રહ્યા છે. શનિવારે નવસારીમાં એક રેલી કરી હતી જ્યાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન લોકોએ કેજરીવાલને કાળા ઝંડા બતાવ્યા હતા અને ચોર-ચોરના નારા લગાવ્યા હતા. આ દરમિયાન મોદી-મોદીના નારા પણ લાગ્યા હતા.
આ પહેલા વડોદરામાં પણ કેજરીવાલના રોડ શો નો વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો કેજરીવાલ ગો બેક ના બેનર હાથમાં લઇને જોવા મળ્યા હતા. ગત મહિને 20 સપ્ટેમ્બરે પણ કેજરીવાલ સાથે આવી ઘટના બની હતી. વડોદરા એરપોર્ટથી તે ટાઉન હોલની એક જન સભાને સંબોધિત કરતા પહોંચ્યા હતા ત્યારે મોદી-મોદીના નારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હીના ડિપ્ટી સીએમ મનિષ સિસોદિયાએ પણ અંબાજી મંદિરની યાત્રા દરમિયાન આ પ્રકારના નારાનો સામનો કરવો પડ્યો હતો.
કેજરીવાલે આપી પ્રતિક્રિયા
અરવિંદ કેજરીવાલે નારા લગાવનાર લોકો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે તમે ભલે કોઇના નારા લગાવો, મારો તમને વાયદો છે કે ગુજરાતમાં સરકાર બન્યા પછી તમારા પણ બાળકો માટે સ્કૂલ બનાવીશ, તમારા ઘરમાં કોઇ બીમાર હશે તો તેની સારવાર પણ કરાવીશ, તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરાવીશ. એક દિવસ તમારું દિલ જીતીને તમને પાર્ટીમાં સામેલ કરીશ.
આ પણ વાંચો – ગુજરાત સરકારનો મોટો નિર્ણય, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાવવા માટે HCના રિટાયર્ડ જજના નેતૃત્વમાં બનશે કમિટી
અરવિંદ કેજરીવાલે ‘પોતાનો મુખ્યમંત્રી પસંદ કરો અભિયાન’ લોન્ચ કર્યું
“તમારા મુખ્યમંત્રી પસંદ કરો” અભિયાનના લોન્ચ પ્રસંગે અરવિંદ કેજરીવાલે કહ્યું: “અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતના લોકો અમને જણાવે કે આગામી મુખ્યમંત્રી કોણ હોવો જોઈએ. અમે એક નંબર અને ઈમેલ આઈડી રજૂ કરી રહ્યા છીએ. તમે 3 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી તેના પર તમારા મંતવ્યો મોકલી શકો છો. અમે બીજા દિવસે પરિણામ જાહેર કરીશું.