ગુજરાત ચૂંટણી : જૂનાગઢ જિલ્લાના રાજકારણનો ચિતાર, પાંચે બેઠકો પર રહેશે રસાકસીનો જંગ

Gujarat Election : જૂનાગઢ જીલ્લાના રાજકારણ (Junagadh District Politics) માં ચૂંટણીનો ધમધમાટ શરૂ. કોંગ્રેસ (Congress), ભાજપ (BJP) તેમજ આપ (AAP) ના ઉમેદવાર ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. 2022ની ચૂંટણીમાં જિલ્લાની જૂનાગઢ (Junagadh), માણાવદર (Manavadar), માંગરોળ (Mangrol), વીસાવદર (Visavadar) અને કેશોદ (Keshod) એમ પાંચે બેઠકો પર ચૂંટણી રસાકસીભરી રહેશે.

Gujarat Election : જૂનાગઢ જીલ્લાના રાજકારણ (Junagadh District Politics) માં ચૂંટણીનો ધમધમાટ શરૂ. કોંગ્રેસ (Congress), ભાજપ (BJP) તેમજ આપ (AAP) ના ઉમેદવાર ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. 2022ની ચૂંટણીમાં જિલ્લાની જૂનાગઢ (Junagadh), માણાવદર (Manavadar), માંગરોળ (Mangrol), વીસાવદર (Visavadar) અને કેશોદ (Keshod) એમ પાંચે બેઠકો પર ચૂંટણી રસાકસીભરી રહેશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

જૂનાગઢ જિલ્લાનું રાજકારણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે જુનાગઢ જિલ્લામાં પણ ચૂંટણી માટે ભાજપ, આપ અને કોંગ્રેસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી ભાજપ દ્વારા ત્રણને રિપીટ કરાયા છે. તો વિસાવદર બેઠક પર લેઉઆ પાટીદાર વચ્ચે સીધો જંગ જોવા મળવાનો છે, તો આ વખતની ચૂંટણીમાં ત્રિપાખી જંગ રસાકસીભરી રહેશે, જોઈએ જુનાગઢ જિલ્લાના રાજકારણનો ચિતાર.

Advertisment

જૂનાગઢ જીલ્લામા કોંગ્રેસ, ભાજપ તેમજ આપના ઉમેદવાર ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ખાસ કરીને જોવા જઈ એ તો 2017ની સામાન્ય ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા પૈકી માત્ર કેશોદ બેઠક પર ભાજપના દેવાભાઇ માલમ ચૂંટાયા હતા અને ચાર બેઠકો પર કોંગ્રેસનો વીજય થયો હતો.

ત્યારબાદ માણાવદરના કોંગી ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપનો ખેસ ધારણ કરતા 2019માં પેટા ચૂંટણી યોજાઇ અને મતદારોએ ફરી જવાહર ચાવડા તરફી મતદાન કરતા માણાવદર ની સીટ ભાજપની બની તો 2017 મા જૂનાગઢ વીધાનસભા સભા પર 6 ટર્મ એટલે 30 વર્ષ શાશન કરનાર ભાજપના મહેન્દ્ર મશરૂની હાર થઈ હતી અને કોંગ્રેસના ભીખાભાઈ જોશી જૂનાગઢ ના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ જૂનાગઢ જિલ્લાના રાજકારણ મા અનેક ઉથલપાથલ જોવા મળી.

હાલ 2022 ની ચૂંટણી મા ભાજપે માણાવદર, માંગરોળ તેમજ કેશોદ બેઠક પર રીપીટ થીયરી અજમાવી છે જ્યારે જૂનાગઢ બેઠક પરથી કડવા પાટીદાર યુવા આગેવાન સંજય કોરડીયાને ટીકીટ આપી છે અને માંગરોળ બેઠક પરથી 2017 મા પરાજીત ઉમેદવાર ભગવાનજી કરગઠીયાને ટીકીટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે

Advertisment

તો કોંગ્રેસ દ્વારા જૂનાગઢ બેઠક પરથી ભીખાભાઈ જોશી. માણાવદર બેઠક પર થી અરવિંદ લાડાણી. માંગરોળ બેઠક પર થી બાબુભાઈ વાજાને ફરી ટીકીટ આપી છે જ્યારે વીસાવદર બેઠક પરથી લેઉવા પટેલ આગેવાન કરશન વાડોદરીયા અને કેશોદ બેઠક પરથી આહીર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાને ટીકીટ આપી છે.

આ પણ વાંચો - ગુજરાતમાં 50 બેઠકો પર 2011ની વસ્તી ગણતરીની તુલનામાં જેન્ડર રેશિયો ઘટ્યો

આપ પાર્ટીએ પણ પાંચ વીધાનસભામા પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. જેમા જૂનાગઢ બેઠક પર લેઉવા પટેલ ચેતન ગજેરા, માણાવદર બેઠક આહીર સમાજના કરશન ભાદરકા, કેશોદ બેઠક પર કોળી આગેવાન રામજી ચુડાસમા, માંગરોળ બેઠક પર ક્ષત્રિય આગેવાન પીયુષ પરમાર, વીસાવદર બેઠક પરથી લેઉવા પટેલ સમાજના ભૂપત ભાયાણીને ટીકીટ આપી મેદાનમાં ઉતાર્યા છે. જૂનાગઢ જીલ્લા મા દરેક જ્ઞાતિ ને ધ્યાનમાં લઈ ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

congress Express Exclusive gujarat election 2022 આપ ગુજરાત ભાજપ