Ahmedabad Crime News: ગુજરાતમાં તાંત્રિક વિધિના નામે 12 લોકોની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના રાજ્યમાં પહેલી છે જેમાં એક જ વ્યક્તિએ તાંત્રિક વિધિના નામે રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી તેમને મોતને ઘાટ ઉતાર્યા હોય. અમદાવાદ શહેરના સરખેજ પોલીસના હાથે 3 ડિસેમ્બરે પકડાયેલા તાંત્રિક નવલસિંહ ચાવડાએ પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં તેણે 15 વર્ષથી સુરેન્દ્રનગર, અસલાલી, રાજકોટ, અંજાર મળી કુલ 12 હત્યા કરી હતી એટલું જ નહીં. આ તાંત્રિકે પોતાની સગી માતા, દાદી અને કોટુંબિક કાકાને પણ તેણે મોતને ઘાટ ઉતાર્યાનો સનસનીખેજ ખુલાસો તેણે મરતા પહેલા કર્યો હતો. જે બાદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પરંતુ બાદમાં આ હત્યારા તાંત્રિકને પોલીસ લોકઅપમાં જ હાર્ટ અટેક આવતા તેનું મોત નિપજ્યું હતું.
રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ કસ્ટડીમાં રહેલા નવલસિંહને પહેલા ઊલટી થઈ હતી જે બાદ તેને ગભરામણ થવા લાગી હતી. જેથી ત્યાં હાજર પોલીસકમીઓએ તેને તાત્કાલિક લોકઅપમાંથી બહાર નીકાળીને પાણી પીવડાવ્યું હતું. જે બાદ આરોપીએ છાતીમાં દુઃખાવો થતો હોવાનું કહેતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે થઇ ગયા હતા. જો કે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજયું હતું.
તાંત્રિક વિધિ કરી રૂપિયા ચાર ગણા કરવાની લાલચ આપતો
સિરિયર કિલર તાંત્રિક નવલસિંહ ચાવડા તાંત્રિક વિધિ કરીને ચાર ગણા રૂપિયા કરી આપવાનું કહીને ચાંગોદરના વેપારીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જો કે તેના જ ફાઈવરે 24 કલાક પહેલા જ માહિતી સરખેજ પોલીસને આપી દેતા 13મી હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. જે બાદ પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે કુલ 12 લોકોની હત્યા કરી છે. અને આ તમામ લોકોની હત્યા તેણે સોડિયમ નાઈટ્રાઇટ થકી જ કરી હતી અને આ કેમિકલનો પાઉડર તે સુરેન્દ્રનગરની એક લેબોરેટરીમાંથી લાવ્યો હતો.
આ પણ વાંચો: જાપાન અને ઈઝરાયલની માફક અમદાવાદ સહિત ગુજરાતના 5 શહેરોમાં બનશે Sponge Park
માતા, દાદી, કૌટુંબિક કાકાને પણ પતાવી દીધા
ઝોન-7 ડીસીપી શિવમ વર્માએ આ મામલે જણાવ્યું કે, આરોપી નવલસિંહે કુલ 12 હત્યા કરી છે. જેમાં માતા, દાદી, કૌટુંબિક કાકાનો પણ સમાવેશ થાય છે. તેના પર કોઈને શંકા ન થાય તે માટે આરોપી તાંત્રિકવિધિના નામે યજમાનોને બોલાવીને ચા, પાણી અથવા કોલ્ડ ડ્રિંક અને દારૂમાં સોડિયમ નાઈટ્રાઇટ ભેળવીને પીવડાવી દેતો હતો. જેથી યજમાનને 20 જ મિનિટમાં છાતીમાં દુખાવો ઊપડાયા બાદ ગણતરીની મિનિટમાં હાર્ટએટેક આવે એટલે તેનું નું મોત થઇ જતું. જે બાદ તાંત્રિક ડેડબોડીને સુમસામ જગ્યાએ ફેંકીને આવી જતો. જો પોલીસ લાશનું પોસ્ટમોર્ટમ કરાવે તો મૃતક હાર્ટએટેક આવવાથી મોત થયાનું સામે આવે. નવલસિંહને એક તાંત્રિક મારફતે જાણ થઇ હતી કે સોડિયમ નાઇટ્રાઇટનો પાઉડર એક ચમચી પાણી કે અન્ય કોઇ ખાદ્યપદાર્થમાં ભેળવીને આપવામાં આવે તો 20 મિનિટમાં તે વ્યક્તિને હાર્ટએટેક આવ્યા બાદ મોત થઇ જાય.
તાંત્રિકે કોની કયાં હત્યા કરી
- ૧૪ વર્ષ પહેલા પોતાની દાદી મંગુબેન ચાવડાની હત્યા અને 9 મહિના પહેલા માતા સરોજબેન ચાવડા 11 મહિના પહેલા તેના કાકા સુરાભાઈની પણ હત્યા કરી હતી.
- સુરેન્દ્રનગરમાં રહેતા દિપેશભાઈ પાટડીયા, પત્ની પ્રફુલાબેન અને દિકરી ઉત્સવીબેનની ડેડબોડી દૂધરેજ ગામ નજીક કેનાલના નાળા નીચેથી મળી આવી હતી.
- રાજકોટ જીલ્લામાં મોટા રામપર ગામમાં આવેલ ખરાબામાંથી રાજકોટના 62 વર્ષીય કાદરઅવી મુકાસમ, 58 વર્ષીય ફરીદાબેન અને 35 વર્ષીય આસીફભાઇને નવવસિડે તાંત્રિક વિધીના નામે મળવા બોલાવીને એક રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે આરોપીએ 3 લોકોને ઝેરી દવા પીવડાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
- અસસાલીમાં રહેતા વિવેક ભાનુભાઇ ગોહીલને વર્ષ 2021માં આરોપીએ વિધિના બહાને બોલાવીને ખાવામાં સોડિયમ પાવડર ભેળવી દેતા હાર્ટએટેકના લીધે મોત નિપજ્યુ હતુ.
- અંજારમાં જેસલ તોરલ સમાધીના પુજારી રાજ બાવાજી કોવિડના સમયમાં પત્ની સાથે જોવડાવવા માટે તાંત્રિક નવલસિંહ પાસે આવ્યા હતા. આ દરમ્યાન પુજારીના પત્નીને છાતીમાં ડાઘ હોવાનું હોવાનું કહ્યું હતુ જે બાબતે રાજ બાવાજી અને નવલસિંહ વચ્ચે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જેમાં સોડિયમની માત્રા મળી આવી હતી. પરંતુ જે તે સમયે પોલીસે કેસ ઝડપથી પુરો કરવાની ઉતાવળમાં સોડિયમ અંગે વધુ તપાસ કરી નહીં જેનો લાભ સીધો તાંત્રિકને મળ્યો હતો.
20 રૂપિયાનું સોડિયમ નાઇટ્રાઇટ બન્યું મોતનું કારણ
તાંત્રિક નવલસિહે સુરેન્દ્રનગરની એક લેબોરેટરીમાંથી રૂ.20 માં 100 ગ્રામ સોડિયમ નાઇટ્રાઇટ ખરીદ્યુ હતું. જેનો ઉપીયોગ કરીને આ તાંત્રિકે રાજ્યમાં 12 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હાલમાં તાંત્રિકને સોડિયમ નાઇટ્રાઇટ વેચનાર લેબોરેટલી સામે પણ પોલીસ તપાસ કરી રહી છે.





