ગુજરાત પોલીસને ત્યારે મોટી સફળતા મળી જ્યારે તેમણે ગાંધીનગરની 20 વર્ષીય યુવતીને શોધી કાઢી અને તેને આસામના 2,700 કિલોમીટર દૂર આવેલા એક દૂરના ગામમાં લવ જેહાદ રેકેટમાં ફસાયેલી બચાવી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે આ જાહેરાત કરી. સંઘવીના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક પ્રકાશનમાં જણાવાયું છે કે જ્યારે છોકરીના પિતાએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસને આ કેસની જાણ થઈ. તેમણે ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીનો સંપર્ક કર્યો અને તેમને તેમની પુત્રીના ગુમ થવા અંગે જાણ કરી, તેમને શંકા હતી કે તે લવ જેહાદનો ભોગ બની છે. તેમણે સોઇફ અબ્દુલ મનાફુદ્દીન નામના યુવક પર તેમની પુત્રીનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આસામથી હલ જેહાદના એક ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં શોધી લેનાર ગાંધીનગર જિલ્લા પોલીસની સમગ્ર ટીમને આ સમગ્ર ઓપરેશન પાર પાડી ગાંધીનગરની દીકરીને તેના પરિવારને સોંપવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
ગાંધીનગર પોલીસે એક સનસનીખેજ ઓપરેશન પાર પાડીને આસામથી આ આરોપીને શોધી પાડી યુવતીને સુરક્ષિત પરત લાવી તેના પરિવારને સોંપી છે. ગાંધીનગર જીલ્લા પોલીસની ટીમોએ એક અઠવાડિયા સુધી આસામના જુદા જુદા જિલ્લાઓમાં આરોપીને શોધ્યો હતો. યુવતીને ભગાડીને વિધર્મી આરોપી આસામ પહોંચી ગયો હતો ત્યાર બાદ ત્યાં જઈને તે મોબાઈલ ફ્લાઇટ મોડ કરીને માત્ર વાઇફાઇથી વોટ્સએપ કોલિંગનો ઉપયોગ કરતો હોવાથી તેનું લોકેશન ટ્રેસ કરવું ખૂબ અઘરું હતું. તેમ છતાં આસામના જિલ્લાઓ ખૂંદીને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સના સહારે ગાંધીનગર જીલ્લાની એલસીબી અને સેક્ટર 7 પોલીસની ટીમે તેને શોધી કાઢી યુવતીને પરિવારજનોને પરત કરવાની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: વડોદરામાં મહિલાએ ભારે કરી!! 2 પાણી પુરી ઓછી આપતાં રસ્તા વચ્ચે બેસી ગઇ…
તાજેતરમાં ગાંધીનગર નજીક આવેલા એક ગામમાં રહેતી 20 વર્ષીય યુવતી ગુમ થઈ ગઈ હતી. યુવતીના પિતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, યુવતીના ઘરની નજીકમાં ભાડેથી રહેતા આસામના એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લલચાવી-ફોસલાવીને આસામ ભગાડી ગયો છે. આ યુવક જેનું નામ સોઈફ અબ્દુલ મનાફ ઉદીન છે, તે ગાંધીનગરની એક હોટલમાં સફાઈ સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો.
આ ઘટનામાં ‘લવ જેહાદ’ની શંકા જણાતા યુવતીના પરિવારે ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીનો સંપર્ક કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ડીઆઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક દિવ્યપ્રકાશ ગોહિલના સુપરવિઝનમાં LCB-1 અને સેક્ટર-7 પોલીસ સ્ટેશનની ટીમોને આ ઘટનાની બારીક તપાસની સૂચના આપવામાં આવી હતી.
સેક્ટર-7ના પો.સ.ઈ. યુ.એમ. ગઢવી અને તેમની ટીમ, તથા LCB-1ના જે.જે. ગઢવીની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપી અને ગુમ થયેલી યુવતીને ટ્રેક કરવામાં આવ્યા જો કે આરોપી આસામ પહોંચી ગયા બાદ મોબાઈલ ફ્લાઇટ મોડ પર કરી તેનો ઉપયોગ માત્ર વાઇફાઇ કોલિંગ માટે જ કરતો હોવાથી લોકેશન મેળવવું મુશ્કેલ હતું.
આખરે ગઈકાલે આસામના હોજાઈ જિલ્લાના મુરાજાર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી આ આરોપીને શોધી કાઢવામાં આવ્યો અને યુવતીને સુરક્ષિત રીતે તેની પાસેથી મુક્ત કરી ગાંધીનગર પરત લાવી તેના પરિવારને સોંપી દેવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહીમાં સામેલ અધિકારીઓમાં LCB-1ના પીઆઈ ડી.બી.વાળા અને જે.જે.ગઢવી, સેક્ટર-7ના પીઆઈ બી.બી. ગોયલ અને એમ.એન. દેસાઈ, પીએસઆઈ યુ.એમ. ગઢવી અને અન્ય કર્મચારીઓ જોડાયા હતા





