Gujarat Govt Announcement For Farmers: આખરે આ વર્ષના કમોસમી વરસાદ સામે જઝુમી રહેલા જગતના તાત માટે ગુજરાત સરકારે રાહત પેકેજની જાહેરાત કરી દીધી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે 1419.62 કરોડ રૂપિયના રાહત પેકેજની ઘોષણા કરી છે. કેબિનેટની બેઠકમાં ભારે વરસાદ બાદ પાક નુક્સાની અને કેમિકલ ફર્ટિલાઈઝરની અછત પર ચર્ચા કરી હતી.
ઓગસ્ટ 2024માં ધોધમાર વરસાદના કારણે રાજયના ખેડૂતોને ભારે નુક્સાની વેઠવાનો વારો આવ્યો હતો. આ સંબંધમાં રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને રાહત આપવા માટે વિશેષ પેકેજની ઘોષણા કરી છે. આ પેકેજ દ્વારા સરકારે ખેડૂતોને 1419.62 કરોડ રૂપિયાની મદદનો ફેંસલો કર્યો છે.
રાજ્ય સરકારે નુકસાનની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને SDRF ઉપરાંત રાજ્યના બજેટમાંથી તેના પોતાના ભંડોળમાંથી વધારાની રકમ ચૂકવવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે, ખેડૂતોને 1419.62 કરોડ રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવશે, જેમાં 136 તાલુકાના 8 લાખ ખેડૂતોનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે કેન્દ્રને રિપોર્ટ સોંપી
આ ઓગસ્ટ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુરના 136 તાલુકા સામેલ છે.
કૂલ 20 જિલ્લા, 6812 ગામડાઓ સામેલ છે. આ પેકેજ દ્વારા રાજ્યના 7 લાખથી વધુ ખેડૂતો રાહત પેકેજમાં સામેલ છે. આ રાહત પેકેજના કૂલ 1419.62 કરોડ રૂપિયામાંથી 1007.31 કરોડ રૂપિયા એસડીઆરએફ અંતર્ગત આપવામાં આવશ અને 32 કરોડ રૂપિયાની રકમ રાજ્ય બજેટથી મદદ સ્વરૂપે ચુકવવામાં આવશે.