ગુજરાતમાં કમોમસી વરાસદના કારણે જગતના તાતને ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ અને ઉભો પાક નાશ પામ્યો. આવામાં ખેડૂત આગેવાનો તેમજ રાજનૈતિક પાર્ટીઓ ખેડૂતોને સહાય મળે તે અંગે સરકાર પર દબાણ કરી રહી હતી. જેને લઈ રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ અને તાત્કાલિક ધોરણે મિટિંગોનો દોર શરૂ કર્યો હતો તેમજ રાજ્યના કેટલાક મંત્રીઓને ખેડૂતોને થયેલા નુક્સાન અંગે માહિતગાર થઈ વિગતો મેળવવાની જવાબદારી પણ સોંપી દેવામાં આવી હતી.

આ દરમિયાન ગુજરાત સરકારના ઉપમુંખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત કેટલાક મંત્રીઓ ખેડૂતોને મળ્યા હતા અને ખેતીમાં થયેલ નુકસાન અંગે માહિતી મેળવી ખેડૂતોને પાત નુકસાન અંગે રાહત પેકેજને લઈ આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારે આજે રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી દીધી છે. ગુજરાત સરકારે ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી છે.
ગુજરાતમાં આશરે 10 હજાર કરોડનું રાહત-સહાય પેકેજ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર આ વિશે માહિતી શેર કરતા જણાવ્યું કે,”ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
આ પણ વાંચો: બે દિવસ પહેલા RTO ઓફિસર પતિ વિરૂદ્ધ ફરિયાદ, હવે મહિલા RFO ભેદી રીતે માથામાં ગોળી વાગેલી હાલતમાં મળી
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું”.





