કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં 8,516 કરોડ રુપિયાથી વધુની સહાય ચૂકવાઈ

Gujarat Government : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી

Gujarat Government : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી

author-image
Ashish Goyal
New Update
jitu vaghani

ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણી Photograph: (@jitu_vaghani)

Gujarat Government : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા. 

Advertisment

ખેડૂતોને કુલ 8,516 કરોડ રુપિયાથી વધુની સહાય ચુકવાઇ

પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે આ બંને રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ખેડૂતોના કુલ 8,710  કરોડ રુપિયાના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ 29.30 લાખ ખેડૂતોને કુલ 8,516 કરોડ રુપિયાથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.

પ્રવક્તા મંત્રીએ રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા કહ્યું હતું કે અત્યાર સુધીમાં રાજ્યના 6.79 લાખથી વધુ ખેડૂતો પાસેથી  10,698  કરોડ રુપિયાથી વધુના મૂલ્યના કુલ 14.91 લાખ મેટ્રિક ટનથી વધુ જથ્થાની ખરીદી કરવામાં આવી છે. જેની સામે અત્યાર સુધીમાં 4.16 લાખથી વધુ ખેડૂતોને કુલ  6573 કરોડ રુપિયાથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - સાણંદના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Advertisment

14.18 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરાઈ

જે અંતર્ગત આજ સુધીમાં રાજ્યના 6.26 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 10,300 કરોડથી વધુના મૂલ્યની કુલ 14.18 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરાઈ છે. જેની સામે અત્યાર સુધીમાં 3.89 લાખ ખેડૂતોને કુલ રૂ. 6,362 કરોડથી વધુની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે.

ખેડૂત ગુજરાત સરકાર ગુજરાત