કચ્છ બોર્ડર પાસે ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનાવવાનો પ્લાન, ગુજરાત સરકારે ગણાવ્યું ‘એક્તાનું પ્રતિક’

Sindoor Memorial Park Kutch: ઓપરેશન સિંદૂર માટે બનાવવામાં આવનાર સિંદૂર વન ભુજ-માંડવી માર્ગ પર મિર્જાપુરમાં વન વિભાગની આંઠ હેક્ટર જમીન પર બનાવવામાં આવશે.

Written by Rakesh Parmar
June 03, 2025 15:33 IST
કચ્છ બોર્ડર પાસે ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનાવવાનો પ્લાન, ગુજરાત સરકારે ગણાવ્યું ‘એક્તાનું પ્રતિક’
ગુજરાત સરકારે દ્વારા પ્લાન કરવામાં આવેલા આ પાર્કનું નામ 'સિંદૂર વન' રાખવામાં આવશે. (Express Photo)

Operation Sindoor News: ભારત સરકારે પાકિસ્તાનમાં આતંકીઓનો ખાત્મો કરવા માટે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, જે સફળ રહ્યું. હવે ગુજરાત સરકારે કચ્છમાં ઓપરેશન સિંદૂરને સમર્પિત એક સ્મારક બનાવવાની યોજના બનાવી છે. જેને લઈ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાચતીચમાં અધિકારીએ જણાવ્યું કે, પાર્ક સુરક્ષા બળોના પ્રત્યે સન્માનની સાથે રાષ્ટ્ર દ્વારા પ્રદર્શિત એક્તાને પણ પ્રતિબિંબ કરશે.

ગુજરાત સરકારે દ્વારા પ્લાન કરવામાં આવેલા આ પાર્કનું નામ ‘સિંદૂર વન’ આપવામાં આવશે. ભારત-પાકિસતાન બોર્ડર પર સ્થિત કચ્છ જિલ્લામાં બનાવવામાં આવશે. જ્યાં દુશ્મર દેશ તરફથી હુમલા કરાયો હતો. અધિકારીએ જણાવ્યું કે, આ સ્મારક લગભગ બે વર્ષમાં બનીને તૈયાર થવાની આશા છે. સાથે જ તેમણે જણાવ્યું કે, તેનું જમીન પરનું શરૂઆતી કામ શરૂ થઈ ગયું છે.

કલેક્ટર આનંદ પટેલે જાણકારી આપી

કચ્છના કલેક્ટર આનંદ પટેલે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સમાજ, સેના, વાયુ સેના, બીએસએફ અને અન્ય દળો દ્વારા પ્રદર્શિત એક્તાની યાદમાં વન વિભાગ દ્વારા સિંદૂર વન સ્મારક પાર્કની યોજના બનાવામાં આવી રહી છે.

પીએમ મોદીએ કરી હતી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ યાત્રા

ઓપરેશન સિંદૂર માટે બનાવવામાં આવનાર સિંદૂર વન ભુજ-માંડવી માર્ગ પર મિર્જાપુરમાં વન વિભાગની આંઠ હેક્ટર જમીન પર બનાવવામાં આવશે. કલક્ટર પટેલે જણાવ્યું કે, આ ભૂમિ પર તે ભાગ પણ સામેલ છે જ્યાં પીએમ નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં પોતાની પ્રથમ યાત્રા દરમિયાન એક સાર્વજનિક બેઠક કરી હતી.

પીએમ મોદીને આપવામાં આવ્યો હતો સિંદૂરનો છોડ

26 મે ની જનસભા દરમિયાન પ્રધાનમંત્રીને માધાપારની મહિલાઓએ સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો. જેમણે 1971 ના યુદ્ધ દરમિયાન ભુજ એરબેસ રન વે ને 72 કલાકની અંદર ઠીક કરવામાં મદદ કરી હતી. પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, તેઓ આ છોડને પીએમ આવાસમાં લઇ જશે, જ્યાં તે વટવૃક્ષ બનશે.

આ પણ વાંચો: ઓપરેશન બાદ વ્યક્તિએ આંખ ગુમાવી! પીડિતે કહ્યું- આંખ ગુમાવ્યા બાદ પત્ની છોડી ગઈ, પોલીસ FIR લેતી નથી

કચ્છ સર્કલના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારે કહ્યું કે, સિંદૂર વન, ઓપરેશન સિંદૂર પર આધારિત એક થીમ આધારિક સ્મારક પાર્ક હશે. જેમાં આંઠ હેક્ટર જમીન પર જડીબુટ્ટી અને વૃક્ષો સહિત ઉચ્ચ ઘનત્વવાળા ઝાડ લગાવવામાં આવશે. તે શહેરી ક્ષેત્રમાં વન કવચ અથવા સૂક્ષત્ર્મ વનનું રૂપ લેશે, જેમાં સિંદૂરના ઝાડ પ્રમુખપણે લગાવવામાં આવશે.

સ્થાનિક પર્યાવરણ અને માટીની સ્થિતિને અનુકૂળ, સિંદુરના ઝાડની સાથે-સાથે લગભગ 35 વૃક્ષોની ઓળખ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમે પ્રતિ હેક્ટર 10,000 વક્ષો લગાવવાની યોજના બનાવી છે. જે ભુજના સૌથી મોટા જંગલમાંથી એક હશે. સિંદૂર વનમાં આવનારા પ્રવાસીઓને ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપયોગમાં લેવાયેલા લડાકુ ઉપકરણો અને વિમાનોના ડાયોરમા પણ જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ