/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/School-Tour-Guideline.jpg)
સમગ્ર પ્રવાસનો પ્રતિદિન (Day To Day) કાર્યક્રમની જાણ કરવાની રહેશે. (તસવીર: Freepik)
School Tour Guideline: ગુજરાત સરકારે શાળાના પ્રવાસના આયોજનને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના શિક્ષકો માટે નિયમો બવાવાયા છે. આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને શાળા પ્રવાસ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તકેદારી રાખવા જણાવાયું છે.
રાજ્ય સરકારનો ઠરાવ
રાજ્યની સરકારી/અનુદાનિત/ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસના, આયોજનમાં આગ, અકસ્માત કે અન્ય અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ/શિક્ષકોની સંપૂર્ણ સલામતી તેમજ સુરક્ષા જળવાય તે માટે નીચે મુજબની સૂચનાઓનો તેમજ કાર્યપધ્ધતિનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
પ્રવાસનું આયોજન:
શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિત ‘સમિતિ'ની રચના કરવી તથા સ્થળો સંબંધી વ્યવસ્થા, રૂટ, જોખમો, પ્રવાસના લાભાલાભ વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી વિદ્યાર્થીઓના વયજુથ અનુસાર પ્રવાસના સ્થળોની પસંદગી કરવી.
શૈક્ષણિક પ્રવાસના પ્રકાર અનુસાર (1) રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીને (2) રાજ્ય બહારનો પ્રવાસ હોય તો કમિશ્નરશ્રી/નિયામકશ્રી શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગરને (3) વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરને સાધનિક તમામ વિગતો સાથે પ્રવાસ શરૂ થવાના દિન-15 પહેલાં અવશ્ય જાણ કરવાની રહેશે.
સમગ્ર પ્રવાસનો પ્રતિદિન (Day To Day) કાર્યક્રમની જાણ કરવાની રહેશે.
એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના 'કન્વીનર' તરીકે નિમણૂક કરવાની રહેશે તથા આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
જે વિદ્યાર્થી સામેલ થવાના હોય તેમના વાલીઓ સાથે બેઠક કરીને તેમને સૂચિત પ્રવાસ આયોજનથી અવગત કરવા તથા તેમની સંમતિ મેળવવાની રહેશે, જો વાલી કોઈ કારણસર આવે નહીં તો વિદ્યાર્થી મારફતે વાલીઓની સંમતિ મેળવવી, આ સંમતિ લેખિતમાં લેવી તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતા વાલીના આઈડી પ્રુફ તથા મોબાઈલ નંબર મેળવવા અને સંમતિ આપી છે તેની ખાતરી કરવી.
પ્રવાસ મરજિયાત રહેશે કોઇ પણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ પાડી શકાશે નહિ.
પ્રવાસમાં 15 વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછા 1 (એક) શિક્ષક પ્રવાસમાં જોડાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે
દેખીતા જ બિમાર / ગંભીર બિમાર હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસ સહન ન કરી શકે તેવા શારીરિક-માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ, પ્રવાસથી એલર્જી હોય તેમજ મુસાફરી ન કરી શકે તેવા વિદ્યાર્થીઓનો પ્રવાસમાં સમાવેશ કરવાનો રહેશે નહી.
જ્યાં છોકરા અને છોકરીઓનો સંયુક્ત પ્રવાસ હોય ત્યાં મહિલા કર્મચારી સામેલ કરવા તથા તેમના માટે સલામતીની પૂરતી કાળજી રાખવાની રહેશે.
વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા, ગોષ્ઠી, મિટીંગ કરી "શું કરવું, શું ન કરવું" તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવુ તથા વિદ્યાર્થીઓ પર પૂરેપૂરી દેખરેખની વ્યવસ્થા કરવી, ટૂંકમાં સલામતીનો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us