ગુજરાત સરકાર પ્રથમવાર ધરોઈ ડેમ ખાતે એડવેન્ચર મહોત્સવનું આયોજન કરશે

Dharoi Adventure Festival: ગુજરાત સરકારે મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ ખાતે પોતાના પ્રકારનો પ્રથમ ધરોઈ એડવેન્ચર મહોત્સવનું આયોજન કર્યું છે.

Written by Rakesh Parmar
May 20, 2025 21:55 IST
ગુજરાત સરકાર પ્રથમવાર ધરોઈ ડેમ ખાતે એડવેન્ચર મહોત્સવનું આયોજન કરશે
આ ફેસ્ટનું ઉદ્ઘાટન 23 મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે. (તસવીર: gujarattourism/Instagram)

ગુજરાત સરકારે મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ ખાતે પોતાના પ્રકારનો પ્રથમ ધરોઈ એડવેન્ચર મહોત્સવનું આયોજન કર્યું છે. આ ફેસ્ટનું ઉદ્ઘાટન 23 મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે . આ કાર્યક્રમ 30 દિવસ માટે યોજાશે અને જો હવામાન યોગ્ય રહેશે તો તેને 45 દિવસ સુધી લંબાવી શકાય છે, એમ આ બાબતથી પરિચિત અધિકારીઓએ જણાવ્યું હતું.

આ મામલે પરિચિત અધિકારીએ જાણકારી આપી કે, આ ફેસ્ટનું આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. સરકારી નિવેદન અનુસાર, આ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જમીન, પાણી અને આકાશમાં રોમાંચની 10 થી વધુ પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. આ ફેસ્ટમાં આધુનિક તંબુઓમાં રહેવાની સુવિધાઓનો પણ સમાવેશ થશે.

ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુ બેરાને ટાંકીને, રિલીઝમાં જણાવાયું છે કે પાવર બોટ, પેરાસેલિંગ, પેરામોટરિંગ, રોક ક્લાઇમ્બિંગ, બોલ્ડરિંગ, ટેકિંગ, હાઇકિંગ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ, કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓનો પણ આ ફેસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. રિલીઝમાં જણાવાયું છે કે પ્રવાસીઓ ફેસ્ટ દરમિયાન સ્ટાર ગેઝિંગ, એસ્ટ્રોનોમી કેમ્પ, નેચર વોક વગેરે જેવી પ્રવૃત્તિઓનો પણ આનંદ માણી શકશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ