ગુજરાત 69 બિલિયન ડોલરના FDI અને નિર્યાતમાં 27% યોગદાન સાથે વૈશ્વિક કનેક્ટિવિટી ધરાવતું રાજ્ય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વિવિધ રાજદૂતો અને મિશનના વડાઓ સાથેની સંવાદ બેઠકમાં ગુજરાતના વૈશ્વિક વિકાસની રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાત 69 લાખ યુએસ ડોલરના FDI અને નિકાસમાં 27 ટકા યોગદાન સાથે મજબૂત વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય બન્યું છે.

Written by Rakesh Parmar
Ahmedabad September 05, 2025 21:25 IST
ગુજરાત 69 બિલિયન ડોલરના FDI અને નિર્યાતમાં 27% યોગદાન સાથે વૈશ્વિક કનેક્ટિવિટી ધરાવતું રાજ્ય
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત છેલ્લા બે દાયકામાં વિકાસ, સ્થિરતા અને તકોનું તેજસ્વી પ્રતીક બન્યું છે. (તસવીર: સોશિયલ મીડિયા)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વિવિધ રાજદૂતો અને મિશનના વડાઓ સાથેની સંવાદ બેઠકમાં ગુજરાતના વૈશ્વિક વિકાસની રજૂઆત કરતા જણાવ્યું હતું કે ગુજરાત 69 લાખ યુએસ ડોલરના FDI અને નિકાસમાં 27 ટકા યોગદાન સાથે મજબૂત વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો (VGRC) ના પ્રસ્તાવના રૂપે નવી દિલ્હીમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત સંવાદ બેઠકમાં લગભગ 45 દેશોના રાજદૂતો, ઉચ્ચ કમિશનરો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રીએ સંવાદમાં આ વાત કહી હતી

મુખ્યમંત્રીએ આ સંવાદ બેઠકમાં કહ્યું કે, 2003 માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની પ્રગતિશીલ સફળતાના પરિણામે, ગુજરાત ‘વ્યાપારી રાજ્ય’ ની છબીથી આગળ વધી રહ્યું છે અને હવે નવા યુગના ઉદ્યોગનું કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત AI, સ્પેસ ટેક, ફિનટેક, સેમિકન્ડક્ટર, સંરક્ષણ અને એરોસ્પેસ, EV અને ગ્રીન એનર્જી જેવા ભવિષ્યવાદી ક્ષેત્રોમાં ઉદ્યોગોનું કેન્દ્ર ધરાવતું દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે.

2 દાયકામાં ગુજરાતનો વિકાસ

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત છેલ્લા બે દાયકામાં વિકાસ, સ્થિરતા અને તકોનું તેજસ્વી પ્રતીક બન્યું છે. એટલું જ નહીં ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે એક વિશ્વસનીય ભાગીદાર પણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ ઉમેર્યું હતું કે, નીતિ આધારિત શાસન, રોકાણકાર મૈત્રીપૂર્ણ વાતાવરણ અને સુવ્યવસ્થિત માળખાગત સુવિધાઓ પૂરી પાડીને ગુજરાત વિદેશી રોકાણકારો માટે રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થળ બન્યું છે.

ગુજરાત નેતૃત્વમાં આગળ

મુખ્યમંત્રીએ ભાર મૂક્યો કે કનેક્ટિવિટી અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ એ ગુજરાતની શક્તિ છે. દેશના સૌથી લાંબા દરિયાકિનારા, 49 બંદરો અને પીએમ ગતિશક્તિ હેઠળ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ નેટવર્ક સાથે, ગુજરાત લોજિસ્ટિક્સ અને નિકાસમાં અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.

આ પણ વાંચો: એલોન મસ્ક એક ટ્રિલિયન ડોલરનું પેકેજ મેળવનારા પહેલા CEO બનશે, પૂરો કરવો પડશે ટેસ્લાનો આ ટાર્ગેટ

VGRC ની પૃષ્ઠભૂમિ આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે આ પહેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને રાજ્યના દરેક ક્ષેત્રમાં વિસ્તૃત કરશે, MSME ને સશક્ત બનાવશે અને પ્રાદેશિક રીતે સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપશે.

રાજદૂતોની ભાગીદારી

તેમણે VGRC થીમ ‘પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ’ અનુસાર સમાવિષ્ટ, નવીન અને ટકાઉ અર્થતંત્રોના નિર્માણમાં ગુજરાત સાથે ભાગીદારી કરવા અને વેપાર, રોકાણ, ટેકનોલોજી અને સાંસ્કૃતિક આદાનપ્રદાન પર આગામી પ્રાદેશિક પરિષદોમાં ભાગ લેવા માટે રાજદૂતો અને ભાગીદાર દેશોને હાર્દિક આમંત્રણ આપ્યું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ