ગુજરાત હાઈકોર્ટે સોમવારે જાહેર કરેલા બે નોટિફિકેશન દ્વારા સિનિયર સિવિલ જજ કેડરમાંથી ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં બઢતી પામેલા 40 ન્યાયિક અધિકારીઓની બઢતી અને બદલી રદ કરી દીધી હતી. અન્ય 21 જેમને બઢતી આપવામાં આવી હતી, તેઓના પ્રમોશન જાળવી રાખીને તેમની પોસ્ટિંગ બદલી દેવામાં આવી હતી.
જેમની બઢતી યથાવત રાખવામાં આવી છે અને પોસ્ટિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તેમાં જજ હરીશ હસમુખભાઈ વર્માનો પણ સમાવેશ થાય છે, જેમણે આ વર્ષે માર્ચમાં સુરતના મેજિસ્ટ્રેટ તરીકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુનાહિત માનહાનિ કેસ માટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
સુપ્રીમ કોર્ટની બેંચ દ્વારા 12 મેના રોજ જાહેર કરાયેલા વચગાળાના આદેશની પૃષ્ઠભૂમિમાં આ સૂચનાઓ આવી છે. સર્વોચ્ચ અદાલતે 10 માર્ચે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલ પસંદગીની યાદીના વધુ અમલીકરણ અને કામગીરી પર સ્ટે મૂક્યો હતો, જેમાં 68 ન્યાયિક અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા હતા. જેમને સિનિયર સિવિલ જજ કેડરમાંથી ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં બઢતી આપવામાં આવી છે.
પસંદગીની યાદી પર સ્ટે મૂકતી વખતે, સુપ્રીમ કોર્ટે જોકે સ્પષ્ટતા કરી હતી કે, પસંદગીની યાદીમાંથી જેઓનું પ્રમોશન રિવર્સલ છે, તે ફક્ત તે જ લોકોને લાગુ પડશે જેઓ મેરિટ લિસ્ટમાં પ્રથમ 68 ઉમેદવારોમાં સ્થાન ધરાવતા નથી. લેખિત પરીક્ષા બાદ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટનો આદેશ સિનિયર સિવિલ કેડર જજથી ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં બઢતી માટે લેખિત પરીક્ષામાં હાજર બે ન્યાયિક અધિકારીઓ દ્વારા દાખલ કરાયેલી સિવિલ રિટ પિટિશન બાદ આવ્યો હતો. તેમનો કેસ હતો કે, 68 ન્યાયિક અધિકારીઓના બઢતીમાં, મેરિટ-કમ-વરિષ્ઠતાના સિદ્ધાંતને સિનિયોરિટી-કમ-મેરિટની તરફેણમાં છોડી દેવામાં આવ્યો હતો, કારણ કે તે ભરતીના નિયમોનું ઉલ્લંઘન છે.
ભરતીના નિયમો મુજબ, જિલ્લા ન્યાયાધીશની જગ્યા 65 ટકા અનામત રાખીને અને યોગ્યતા કસોટી પાસ કરીને મેરિટ-કમ-વરિષ્ઠતાના સિદ્ધાંતના આધારે ભરવામાં આવે છે. જેમાં બે અરજદારોનો કેસ હતો, જેમણે 200 માંથી 135.5 અને 148.5 ગુણ મેળવ્યા હતા, જ્યારે કેટલાક એવા ન્યાયિક અધિકારીઓ હતા કે જેમણે 200 માંથી 101 ગુણ પ્રાપ્ત કરવા છતાં, બઢતી આપવામાં આવી હતી, અને આ બે લોકોએ વધારે ગુણ મેળવવા છતા તેમને બઢતી મળી ન હતી.
200માંથી 127 અંક મેળવનાર જસ્ટિસ વર્માને બઢતી આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે 15મી મેના રોજ એક જાહેરનામું બહાર પાડીને તેમની પોસ્ટિંગને 16મા અધિક જિલ્લા અને સેશન્સ જજ, રાજકોટમાંથી બદલીને 12મા અધિક જિલ્લા અને સેશન્સ જજ, રાજકોટ કરી હતી.
ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો