ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી રોકવાનો હાઇકોર્ટે કર્યો ઇનકાર, હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

આજે વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહીમાં શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રની સાથે, આ ઝુંબેશ માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

Written by Rakesh Parmar
Updated : April 29, 2025 15:38 IST
ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી રોકવાનો હાઇકોર્ટે કર્યો ઇનકાર, હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
ચંડોળા તળાવ ડિમોલિશનમાં 1.25 લાખ સ્કેવર મીટર જગ્યા ખાલી કરવામાં આવશે. (તસવીર: સોશિયલ મીડિયા)

Chandola Talav Demolition: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ મંગળવારે ચંડોળા તળાવ નજીક ગેરકાયદેસર વસાહતો તોડી પાડી છે. આ કાર્યવાહીમાં તંત્ર દ્વારા 74 જેસીબી મશીન, 200 ટ્રક, 3000 પોલીસ જવાન અને 1800 જેટલા અમદાવાદ મહાનગરપાલિકાના માણસો જોડાયા હતા. આજે ચંડોળા તળાપ પાસે હાથ ધરાયેલ બુલડોઝર કાર્યવાહીને અમદાવાદની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી માનવામાં આવી રહી છ.

સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઇમ) શરદ સિંઘલના જણાવ્યા અનુસાર, મોટાભાગના બાંગ્લાદેશીઓ અહીં ચંડોળા તળાવની આસપાસ રહેતા હતા. દરમિયાન ગુજરાત હાઇકોર્ટે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામો સામે બુલડોઝર કાર્યવાહી રોકવાનો ઇનકાર કર્યો છે. અતિક્રમણ વિરોધી ઝુંબેશ સામે દાખલ કરાયેલી તાત્કાલિક અપીલને પણ હાઇકોર્ટે ફગાવી દીધી છે.

ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી

માહિતી અનુસાર આજે વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહીમાં શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રની સાથે, આ ઝુંબેશ માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ ગેરકાયદેસર રીતે રહેતા લોકોની ધરપકડ બાદ અહીં ઓપરેશન ક્લીન ચંડોળા શરૂ કરવામાં આવ્યું હતું.

બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો

છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદના ઐતિહાસિક વારસા ગણાતા ચંડોળા તળાવનું સમગ્ર ભૂગોળ બદલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. માત્ર 14 વર્ષમાં તળાવનો આખો નકશો બદલાઈ ગયો છે. 2010ના વર્ષમાં ચંડોળા તળાવની આસપાસની હરિયાળી અને તળાવની પાણી સંગ્રહ ક્ષમતા અનોખી હતી. પરંતુ 2025ના વર્ષમાં એટલે કે 14 વર્ષ પછી અહીંનું ચિત્ર બદલાઈ ગયું છે. સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હાલમાં તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે અતિક્રમણ થયું છે. ઘણી વખત એવું સામે આવ્યું છે કે ચંડોળા તળાવ પર મોટા પાયે ગેરકાયદેસર અતિક્રમણ થયું છે. બાંગ્લાદેશીઓએ મોટા પાયે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી છે.

Chandola talav, Ahmedabad, AMC
આ કાર્યવાહીમાં તંત્ર દ્વારા 74 જેસીબી મશીન, 200 ટ્રક, 3000 પોલીસ જવાન અને 1800 જેટલા અમદાવાદ મહાનગરપાલિકાના માણસો જોડાયા હતા.

ચંડોળા તળાવ બાંગ્લાદેશી ઘુસણખોરો માટે સૌથી મોટું આશ્રયસ્થાન બની ગયું હતું. છેલ્લા 14 વર્ષમાં ચંડોળા તળાવનું કદ ઝડપથી ઘટ્યું છે અને તેની અંદર કોંક્રિટના ઘરો, મસ્જિદો અને નાના કારખાનાઓ બનવા લાગ્યા છે.

આજની કાર્યવાહી બાદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ચંડોળા તળાવની આસપાસ રહેતા બાંગ્લાદેશી ઘૂષણખોરોને કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. કોંગ્રેસનો એજન્ડા તેઓને સુરક્ષિત રાખવાનો હતો પરંતુ તેમનો એજન્ડા નિષ્ફળ ગયો છે.

ઉલ્લેનિય છે કે, ચંડોળા તળાવ ડિમોલિશન કાર્યવાહીનું નિરિક્ષણ કરવા માટે ડીજીપી વિકાસ સહાય, પોલીસ કમિશનર જીએસ મલિક પણ હાજર રહ્યા હતા. આ અતિક્રમણમાં ત્રણ હજારથી વધુ કાચા પાકા મકાન અને ઝૂંપડાઓ પર બુલડોઝરથી ડિમોલિશન કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવ ડિમોલિશનમાં 1.25 લાખ સ્કેવર મીટર જગ્યા ખાલી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અહીં સરકારી જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ