Gujarat Monsoon Rain IMD : ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું રેડ એલર્ટ; પંચમહાલ, મહીસાગરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

Gujarat Heavy Rain Forecast By IMD Weather Update : ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપતા હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યુ છે. તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

Gujarat Heavy Rain Forecast By IMD Weather Update : ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપતા હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યુ છે. તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gujarat Monsoon | Gujarat Rainfall | weather forecast | Rain News updates

ગુજરાતમાં વરસાદ, પ્રતિકાત્મક તસવીર

Gujarat Heavy Rain Red Alert Forecast By IMD : ગુજરાતમાં પંચમહાલ, વડોદરા, નર્મદા, અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે અને આગામી બે-ત્રણ દિવસ ગુજરાત માટે અતિ ભારે રહેવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે રેડ એલર્ટ આપ્યું છે. છેલ્લા બે દિવસથી સતત વરસાદના કારણે વડોદરા, પંચમહાલ, ભરૂચના ઘણા તુલાકામાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.

Advertisment
,

ગુજરાતમાં ક્યા કેટલો વરસાદ પડ્યો (Gujarat Monsoon Rainfall Update)

ગુજરાતમાં ભાદરવે ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં તમામ જીલ્લાઓમાં સરેરાશ 3 ઇંચથી લઇ 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ગુજરાત વેધરના આંકડા અનુસાર 17 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારના છ વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં પંચમહાલ જિલ્લાના ગોધરા અને શેહેરા જિલ્લામાં સૌથી વધુ 9 ઇંચ, મહિસાગર જિલ્લાના વિરપુરમાં 8 ઇંચ, સાબરકાંઠાના તલોદ જિલ્લામાં સાડા 7 ઇંચ, મોરવા હડફમાં 7 ઇંચ, અરવલ્લી જિલ્લાના ધનસુરા, લુણાવાડા, પ્રાંતિજ, બાયડમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

publive-image
ગુજરાતમાં 17 સપ્ટેમ્બર, સાંજના 6 વાગ્યા સુધી વરસાદના આંકડા.

અમદાવાદ- ગાંધીનગરમાં 3 ઇંચથી વધુ વરસાદ

અમદાવાદ શહેરમાં 17 સપ્ટેમ્બરે સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 3 ઇંચ અને ગાંધીનગર જિલ્લાના માણસા અને દહેગામ તાલુકામાં સાડા 3 ઇંચ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતની વાત કરીયે તો હિંમત નગર, મેધરજ, કડીમાં 3થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

Advertisment

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ (Gujarat Monsoon Rainfall IMD Forecast)

હવામાન વિભાગે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે. ભારતીય હવામાન વિભાગના ટ્વિટર પર આપેલી જાણકારી અનુસાર રાજસ્થાનમાં લો પ્રેશર બન્યુ છે અને તેની અસર રાજસ્થાન, ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે.

publive-image

હવામાન વિભાગે 18 સપ્ટેમ્બર સુધી ખેડા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લા માટે રેડ એલર્ટ આપ્યું છે. આ પાંચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી છે. તો બનાસકાંઠા, સાબરકાંડા, મહેસાણા,ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને વડોદરા માટે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે.

19 સપ્ટેમ્બર માટે 3 જિલ્લામાં રેડ એલર્ટ, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી (IMD Red Alert in Gujarat Heavy Rainfall)

હવામાન વિભાગે 19 સપ્ટેમ્બર, 2023 માટે 3 જિલ્લામાં રેડ એલર્ટ અને 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 સપ્ટેમ્બર બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી માટે રેડ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. તો તે દિવસ માટે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.તે દિવસે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા અને પંચમહાલ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી છે.

,

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી (IMD Rain Forecast For Rajasthan And Madhya pradesh)

હવામાન વિભાગે ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગના આંકડા અનુસાર મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં અલીરાજપુરમાં 341 મીમી, મેધનગર (ઝાબુઆ)માં 316 મીમી અને ધાર શહેરમાં 301 મીમી વરસાદ પડ્યો છે. જે 1958 બાદ મધ્યપ્રદેશમાં સૌથી વધારે વરસાદ છે. તો રાજસ્થાન અને હરિયાણા સહિત દેશના ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.

મધ્ય પ્રદેશ Rajasthan વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત