દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતમાં અનિચ્છનીય ઘટના ના બને માટે પોલીસને ખાસ નિર્દેશ

Gujarat Police during Diwali 2025: રાજ્યના પોલીસ વડાએ સમીક્ષા બેઠકમાં આપેલી સૂચનાઓમાં ગીચ બજારો અને ભીડવાળી જગ્યાઓ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરીને હવાઈ સર્વેલન્સ હાથ ધરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

Written by Rakesh Parmar
Ahmedabad October 15, 2025 18:20 IST
દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતમાં અનિચ્છનીય ઘટના ના બને માટે પોલીસને ખાસ નિર્દેશ
ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. (તસવીર: X)

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પોલીસ ભવન ખાતેથી તમામ શહેરના પોલીસ કમિશનર તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યના નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

આ સમીક્ષા બેઠકમાં દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે જાહેર સ્થળો તેમજ માર્કેટ પ્લેસ પર વિશેષ પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

રાજ્યના પોલીસ વડાએ સમીક્ષા બેઠકમાં આપેલી સૂચનાઓમાં ગીચ બજારો અને ભીડવાળી જગ્યાઓ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરીને હવાઈ સર્વેલન્સ હાથ ધરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તહેવાર દરમિયાન વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને, યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ યોજના ઘડવા અને તેના અમલીકરણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં સુરક્ષાના પગલાં વધારવા માટે જ્વેલરી શોપના માલિકો સાથે બેઠક યોજવા અને જરૂરી માર્ગદર્શન આપવા પણ આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત SHE ટીમોને વ્યૂહાત્મક રીતે તૈનાત કરવા પર ભાર મૂકવામાં આવ્યો, જેથી મહિલાઓ સલામત રીતે ખરીદી કરી શકે.

આ પણ વાંચો: ગુજરાત સરકારમાં થઈ શકે છે મોટો ધડાકો! મંત્રિમંડળમાંથી 10 નામ થઈ શકે છે બહાર, રિવાબાને મળી શકે છે મંત્રીપદ

ખાસ કરીને સાંજના સમયે જ્યારે બજારોમાં સૌથી વધુ ભીડ હોય છે ત્યારે રસ્તાઓ પર મહત્તમ પોલીસ હાજરી સુનિશ્ચિત કરવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ અધિકારીઓને દિવાળીના તહેવાર દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવા માટે એલર્ટ રહેવા માટે નિર્દેશ આપ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ