ગુજરાત પોલીસની નવી એપ્લીકેશન E Sakshya, હવે ગુનાના સ્થળ પરથી જ ઈ-પંચનામું સીધું કોર્ટમાં પહોંચશે

E-Sakshya Application: ગુજરાત પોલીસ દ્વારા પણ ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી ઓનલાઇન એફઆઇઆર નોંધવાની ફાવટ ગુજરાત પોલીસને આવી ગઈ છે.

E-Sakshya Application: ગુજરાત પોલીસ દ્વારા પણ ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી ઓનલાઇન એફઆઇઆર નોંધવાની ફાવટ ગુજરાત પોલીસને આવી ગઈ છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Police, E-Sakshya App, E-Sakshya Application,

હવે કોઈપણ ગુનામાં પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય તેવી એપ્લિકેશન ગુજરાતમાં અમલી બની છે. (તસવીર: સોશિયલ મીડિયા)

E Sakshya: નવા ફોજદારી કાયદા હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)માં ટેક્નોલોજી અને તેના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ (એફઆઈઆર)થી લઈને વિચારણા, ટ્રાયલ સુધી તમામ ચરણોમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કાયદાકીય પ્રક્રિયા અને તપાસમાં પારદર્શિતાના મામલે મહત્ત્વપૂર્ણ અને મોટો બદલાવ છે. આ ક્રમમાં ભારત સરકારે ઈ-સાક્ષ્ય એપ્લિકેશન લોન્ચ કરી હતી. ગુજરાત પોલીસ દ્વારા પણ ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી ઓનલાઇન એફઆઇઆર નોંધવાની ફાવટ ગુજરાત પોલીસને આવી ગઈ છે.

Advertisment

હવે કોઈપણ ગુનામાં પંચનામું સીધું જ કોર્ટમાં જમા થાય તેવી એપ્લિકેશન ગુજરાતમાં અમલી બની છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં જેમને ગુનાની તપાસ કરવાની સત્તા છે તેવા પોલીસ અધઇકારીઓને તેમના મોબાઇલ ફોનમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે. સાક્ષ્ય નામની આ એપ્લિકેશનથી ગુનાના સ્થળ ઉપર પોલીસ દ્વારા કરવામાં આવતું પંચનામુ સીઘું જ કોર્ટમાં જમા થાય છે.

  • ઈ-સાક્ષ્ય એપ દ્વારા પોલીસ અને કોર્ટ વચ્ચે સીધુ સંકલન થશે.
  • તપાસનીશના મોબાઈલમાંથી પંચના ફોટોગ્રાફ સાથે ઈ-પંચનામું ફરજિયાત.
  • પોલીસ હવે ગુનાના સ્થળ પરથી જ ઈ-પંચનાનું સીધું કોર્ટમાં મોકલશે.
  • નવી આધુનિક પદ્ધતિથી પોલીસ-કોર્ટ વચ્ચે સંકલન અને કાર્યવાહી ઝડપી બનશે.

ઈ-સાક્ષ્ય ઍપ્લિકેશન દ્વારા તપાસનીશ પોલીસ કર્મચારીએ પોતાની સેલ્ફી, ફરિયાદીનો ફોટોગ્રાફ, બે પંચના ફોટોગ્રાફ, નામ-સરનામા સહિતની વિગતો આ એપ્લિકેશનમાં અપલોડ કરવાની રહે છે. જે સ્થળે ઘટના બની હોય તે સ્થળની વીડિયોગ્રાફી પણ મોબાઇલ ફોન ઉપર ડાઉનલોડ કરેલી ઈ-સાક્ષ્ય એપમાં તપાસનીશે અપલોડ કરવાનું ગત જુલાઈ મહિનાથી ફરજિયાત બનાવાયું છે.

Advertisment

આ પણ વાંચો: ગુજરાત માટે વર્ષ 2024 નકલીની બોલબાલા, જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી, વાંચો ખાસ અહેવાલ

પોલીસની સમસ્યા

કેટલાક પોલીસ કર્મચારીઓનું માનીએ તો આ ઈ-સાક્ષ્ય એપ્લિકેશન તેમના માટે થોડી સમસ્યાઓ પણ લીઈને આવી છે, કારણ કે ઈ સાક્ષ્ય એપની કોઈ જ તાલીમ તેમને અપાઈ નથી. સાથે જ તેમને સી.ડી. કે પેન ડ્રાઈવ પણ આપવામાં આવતી નથી.

આ ઍપ્લિકેશન અપલોડ થાય એટલે પોલીસને ઈ-સાક્ષ્ય પંચનામું કર્યાનું પ્રમાણપત્ર ઓનલાઇન જ મળી જાય છે. જોકે પોલીસે આ ઈ-સાક્ષ્ય પંચનામાની ત્રણ સીડી અથવા તો 3 પેનડ્રાઇવ તૈયાર કરવા પડે છે. 48 કલાકમાં જ આ સીડી કે પેનડ્રાઇવને મૂળ પંચોની રૂબરૂમાં જ સીલ કરીને કોર્ટમાં રજૂ કરવાનું કહે છે. બીજી પેનડ્રાઇવ વ્યવસ્થિત રીતે સ્ટોરેજ કરવાની રહે છે. ગત જુલાઈ મહિનાથી અમલમાં આવેલી આ પદ્ધતિનો અમલ અમદાવાદ સહિત રાજ્યના ઘણાં ખરાં પોલીસ સ્ટેશનમાં અમલ થતો નથી.

ઈ-સાક્ષ્ય એપ્લિકેશનના મુખ્ય લક્ષણો

ગુનાનું રેકોર્ડિંગ:

  • આ એપ પોલીસ અધિકારીઓને તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ગુનાની વીડિયોગ્રાફી, શોધ અને જપ્તી પ્રવૃત્તિઓને રેકોર્ડ કરવાની મંજૂરી આપે છે.
  • દરેક રેકોર્ડિંગ વધુમાં વધુ ચાર મિનિટનું હોઈ શકે છે અને દરેક ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (FIR) માટે બહુવિધ રેકોર્ડિંગ અપલોડ કરી શકાય છે.

પુરાવા અપલોડ કરવા:

  • રેકોર્ડિંગ કર્યા પછી, પોલીસ અધિકારીએ ફાઇલને ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મ પર અપલોડ કરવી આવશ્યક છે.
  • અધિકૃતતાની ખાતરી કરવા માટે અધિકારીએ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી સેલ્ફી અપલોડ કરવી જરૂરી છે.

અપલોડ કરવા માટેના વિકલ્પો:

  • જો કનેક્ટિવિટી સમસ્યાઓ હોય તો અધિકારીઓ તેમના અંગત ઉપકરણો પર ક્રાઇમ સીન રેકોર્ડ કરી શકે છે, હેશ વેલ્યુ જનરેટ કરી શકે છે અને પછીથી પોલીસ સ્ટેશનમાંથી ફાઇલ અપલોડ કરી શકે છે.
  • વૈકલ્પિક રીતે જો સારી ઈન્ટરનેટ સ્પીડ ઉપલબ્ધ હોય તો તેઓ eSakshya એપ દ્વારા સીધા જ રેકોર્ડિંગ્સ અપલોડ કરી શકે છે.

એકરૂપતા અને પ્રતીતિ દર:

  • એપનો ઉદ્દેશ્ય વિવિધ રાજ્યોમાં તપાસમાં એકરૂપતા લાવવાનો છે જેનાથી દોષિત ઠરવાનો દર વધવાની અપેક્ષા છે.
  • ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) દરેક ફોજદારી કેસમાં શોધ અને જપ્તીનું ફરજિયાત ઑડિયોવિઝ્યુઅલ રેકોર્ડિંગ ફરજિયાત કરે છે અને એવા કેસમાં ફરજિયાત ફોરેન્સિક પરીક્ષા ફરજિયાત કરે છે જ્યાં ગુનો સાત વર્ષ કે તેથી વધુની સજાને આકર્ષે છે.
ગુજરાતી ન્યૂઝ ગુજરાત પોલીસ અમદાવાદ ગુજરાત