ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી, કયા જિલ્લામાં ક્યારે થઈ શકે છે વરસાદ? અમદાવાદમાં વાતાવરણમાં પલટો

Gujarat Rain Forecast : ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે (Meteorological Department) પાંચ દિવસની આગાહી કરી છે. સાબરકાંઠા, બરોડા, ભરૂચ, રાજકોટ, અમરેલી અને ભાવનગર વિસ્તારમાં પાંચે દિવસ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.

Gujarat Rain Forecast : ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે (Meteorological Department) પાંચ દિવસની આગાહી કરી છે. સાબરકાંઠા, બરોડા, ભરૂચ, રાજકોટ, અમરેલી અને ભાવનગર વિસ્તારમાં પાંચે દિવસ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Forecast

ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી (ફોટો - Nirmal Harindran - એક્સપ્રેસ)

Gujarat Rain Forecast : ગુજરાતના હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં પાંચ દિવસ અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં શનિવારથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શનિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હવાાન વિભાગે 1 મેથી પાંચ મે સુધીમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની વેબસાઈટ અનુસાર, સાબરકાંઠા, બરોડા, ભરૂચ, રાજકોટ, અમરેલી અને ભાવનગર વિસ્તારમાં પાંચે દિવસ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. તો જોઈએ કયા જિલ્લામાં ક્યારે વરસાદ પડશે.

અમદાવાદમાં વાતાવરણમાં પલટો

અમદાવાદમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. વરસાદી વાતાવરણના પગલે ભર ઉનાળે ઠંડકનો માહોલ સર્જાયો છે. લોકો ગરમીમાં ઠંડા પવનથી રાહત અનુભવી રહ્યા છે. અમદાવાદ સિવાય ભાવનગર, તળાજા વિસ્તારમાં પણ વરસાદના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટા સાથે કેટલાક વિસ્તારમાં મેઘરાજા ભર ઉનાળે વરસી પડ્યા છે.

તારીખ 1 મે - વરસાદ આગાહી

તારીખ 1મેના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બરોડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, ડાંગ, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં વરસાદની સંભાવના.

તારીખ 2 મે - વરસાદ આગાહી

તારીખ બે મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, બરોડા, પંચમહાલ, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.

તારીખ 3 મે - વરસાદ આગાહી

તારીખ 3મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, બરોડા, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

તારીખ 4 મે - વરસાદ આગાહી

તો 4મેના રજ સાબરકાંઠા, અરવલ્લી, બરોડા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો - કેમ ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ પડી રહ્યો

તારીખ 5 મે - વરસાદ આગાહી

પાંચ મેના રોજ પણ સાબરકાંઠા, અરવલ્લી, બરોડા, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લામાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે.

Advertisment
Express Exclusive આજનું હવામાન અપડેટ એક્સપ્રેસ એક્સપ્લેન ગુજરાત ગુજરાતી ન્યૂઝ વરસાદ