Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે સવારે પોરબંદર એરપોર્ટ પર ઈન્ડિયન કોસ્ટગાર્ડનું ચોપર હેલિકોપ્ટર ક્રેશ થતા 3 લોકોના મોત થયા છે. ત્યાં જ બોટદામાં પત્ની પર વારંવાર ઝઘડાનો આરોપ લગાવીને પતિએ આપઘાત કરી લીધો હતો. આ ઉપરાંત કેવડિયા ખાતે એક દીપડાએ કાળિયાર હરણનો શિકાર કર્યો હતો. જે બાદ આઘાકમાં વધુ 6 કાળિયારના મોત થયા હતા.
અતુલ સુભાષ જેવો કિસ્સો, પત્નીથી કંટાળેલા પતિનો આપઘાત
બોટાદ જિલ્લામાં અતુલ સુભાષની જેમ એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. મૃતકે ફાંસો લગાવતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં તેણે તેની પત્ની પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો અને ન્યાયની માંગ કરી હતી. ઝામરડા ગામના રહેવાસી આ વ્યક્તિએ તેના મૃત્યુ માટે તેની પત્નીને જવાબદાર ઠેરવી અને કહ્યું કે તેના કારણે તે તણાવમાં આવી ગયો હતો. તેને પાઠ ભણાવવો જોઈએ. સુરેશ ભાઈ સાથલિયાના લગ્ન નજીકના ગામ નવાગાંમની રહેવાસી જયા સાથે થયા હતા. વીડિયોમાં તે વ્યક્તિએ કહ્યું કે દરરોજ જયા તેની સાથે ઝઘડો કરીને તેના પિયર જાય છે. જ્યારે તે તેને સાસરે લેવા માટે જાય છે ત્યારે તેણીએ તેની સાથે આવવાની ના પાડી હતી. તેણીએ આવું ઘણી વખત કર્યું છે. વધુ માહિતી માટે ક્લિક કરો
પોરબંદરમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડનું ચોપર હેલિકોપ્ટર ક્રેશ
ગુજરાતના પોરબંદર એરપોર્ટ પર મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના મોતની પુષ્ટિ પણ થઈ છે. આ હેલિકોપ્ટર ક્રેશમાં ઈજગ્રસ્તોને હોસ્પિટલ જતી વખતે રસ્તામાં જ બે લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ હેલિકોપ્ટરમાંથી કૂદી પડ્યો હતો અને તેના કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. વધુ માહિતી માટે ક્લિક કરો
10 વર્ષની બાળકીનું પ્રેમીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
અરવલી જિલ્લામાં 31 ડિસેમ્બરના રોજ ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 10 વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ ધનસુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જોકે બે દિવસમાં જ પોલીસે પીડિતાને શોધી કાઢી હતી. પીડિતાનું તેના સગીર પ્રેમીએ અપહરણ કર્યું હતું. આરોપ છે કે તેના સાડા 16 વર્ષના પ્રેમીએ પણ તેની સાથે બળાત્કાર કર્યો હતો. પોલીસે પીડિતાની મેડિકલ તપાસ કરાવી અને આરોપીની ધરપકડ કરી છે. અપહરણ કરનાર કિશોરે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મેડિકલ ચેકઅપ બાદ કિશોરીને મહેસાણા સ્થિત સુધારગૃહમાં મોકલી આપવામાં આવી છે. બાળકી પર ક્રૂરતાનો મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. વધુ માહિતી માટે ક્લિક કરો
કેવડિયામાં જંગલ સફારી પાર્કમાં દીપડાએ કાળા હરણનું મારણ કર્યું
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા જંગલ સફારી પાર્કમાં એક દીપડાએ આતંક મચાવ્યો છે. 1 જાન્યુઆરીએ સવારે દીપડો સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કમાં આવેલા એન્ક્લોઝરમાં ઘૂસી ગયો હતો અને એક કાળિયારનું મારણ કર્યું હતું. જે બાદ વધુ 7 હરણો મૃત્યુ પામ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર દીપડાની ઉંમર 2-3 વર્ષ છે. નવા વર્ષની સવારે દીપડો ફેન્સીંગ ઓળંગીને અંદર પ્રવેશી ગયો હતો. આ બિડાણ કેવડિયા વન વિભાગ હેઠળ આવે છે. વધુ માહિતી માટે ક્લિક કરો
આગામી દિવસોમાં ઠંડી વધશે
ગુજરાતમાં અત્યારે ઠંડીનો પારો વધી રહ્યો છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનો પારો સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં શિયાળો અસલી રૂપમાં આવે છે. અત્યારે જાન્યુઆરી મહિનો ચાલું થયો છે ત્યારે આખા જાન્યુઆરી મહિના દરમિયાન ખાસ કરીને ઉત્તરાયણ સુધી રાજ્યમાં ઠંડીનો મારો યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે. અત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા ઓછી થવાના પગલે ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. વધુ માહિતી માટે ક્લિક કરો





