Gujarat Top Headline News: ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર, ભરૂચમાં શાળાના આચાર્યની કાળી કરતૂત, ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે ભરૂચની એક શાળાના આચાર્ય પર ભૂતપૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે રાજ્યમાં આગાની બે દિવસ કડકડતી ઠંડી પવાની આગાહી કરી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે ભરૂચની એક શાળાના આચાર્ય પર ભૂતપૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે રાજ્યમાં આગાની બે દિવસ કડકડતી ઠંડી પવાની આગાહી કરી છે.

Advertisment

ભરૂચમાં શાળાના આચાર્યની કાળી કરતૂત

ભરૂચ જિલ્લામાં આવેલી એક શાળાના આચાર્યએ કથિત રીતે શાળામાં જ અભ્યાસ કરી ચૂકેલી ભૂતપૂર્વ વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો અને ભાગી ગયો હતો. પોલીસે શાળાના આચાર્ય વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધીને તેની શોધ શરૂ કરી છે. પોલીસે રવિવારે આ ઘટના વિશે કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે વિદ્યાર્થિની તેની શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં હાજરી આપવા આવી હતી. પ્રિન્સિપાલે સ્કૂલમાં જ વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો અને ભાગી ગયો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમ-જેમ જાન્યુઆરી મહિનો આગળ વધી રહ્યો છે તેમ-તેમ ગુજરાતમાં તાપમાન ઘટી રહ્યું છે. રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે ગબડી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં ભરતીની જાહેરાત

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા એપ્રેન્ટીસ એક્ટ હેઠળ ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડ રાજ્ય સરકારનું જાહેર સાહસ છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Advertisment

કેશોદ તાલુકાના ચર ગામમાં ખેડૂતની હત્યા

ચર ગામે વાડી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ખેડૂત ખીમાભાઈ માલદેભાઈ બોરખતરિયાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેમના પરિવારના ઘરના અન્ય સભ્યો જૂનાગઢ હોસ્પિટલમાં હતા. ખેતરના ભાગ્યાએ જ ખીમજીભાઇની હત્યા કરી હોવાની ફરિયાદ મૃતકના પુત્રએ નોંધાવી છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ અમદાવાદ ગુજરાત