Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજથી રાજ્યમાં 45 દિવસ સુધી માર્ગ સલામતી અભિયાન-2025નો પ્રારંભ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વડનગરથી ‘કેર’ થીમ હેઠળ રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન-2025નો પ્રારંભ કરાવ્યો હતો. ત્યાં જ ગણપત યુનિવર્સિટી ખાતે 18મા દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓ સાથે પાઠશાલા યોજી સફળતાના પાઠ શીખવ્યા હતા.
ગુજરાતમાં 45 દિવસ સુધી ચાલશે સુરક્ષા અભિયાન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વડનગરથી ‘કેર’ થીમ હેઠળ રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન-2025નો પ્રારંભ કરાવ્યો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યા હતા. આ અભિયાનનો ઉદ્દેશ્ય માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવાનો છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અમિત શાહ કી પાઠશાલા
ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે ગણપત યુનિવર્સિટી ખાતે 18મા દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે વિદ્યાર્થીઓને સફળતાના પાઠ શીખવ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં તેમણે સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા પર ભાર મુક્યો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
કામધેનુ યુનિવર્સિટી ભરતી
કામધેનુ યુનિવર્સિટીએ તાજેતરમાં પ્રોજેક્ટ સહાયક ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત
રાજ્યમાં તાપમાનમાં સરેરાશ 2-3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 24 કલાકમાં હજી પણ 2-3 ડિગ્રી તાપમાન વધવાની આશંકા હવામાન વિભાગે સેવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોમાં ‘સાંત્વના કેન્દ્રો’ શરૂ કરાશે
ગુજરાત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે ઘણા ફેરફારો લાવી રહી છે. રાજ્ય સરકારે ખાસ કરીને પોલીસ સ્ટેશનોમાં ફરિયાદીઓ સાથે થતા દુર્વ્યવહારને રોકવા અને ન્યાય વ્યવસ્થામાં ફરિયાદીઓનો વિશ્વાસ જાળવી રાખવા માટે એક નવી પહેલ કરી છે. રાજ્યના મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલમાં, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.





