Gujarat Top Headline News: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર્સ પ્રોગ્રામનું ઉદ્ઘાટન થયું છે. અમરેલીમાં 8.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ઉપરાંત 20 વિદ્યાર્થીઓને PM મોદીની વડનગર ખાતે આવેલ પ્રેરણા સ્કૂલમાં ભણવાની તક મળશે.
20 વિદ્યાર્થીઓને PM મોદીની સ્કૂલમાં ભણવાની તક મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું પ્રારંભિક શિક્ષણ ગુજરાતના વડનગરથી મેળવ્યું હતું. તેમણે વડનગર સ્કૂલમાં 9 થી 11 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે આ શાળાનું નામ પ્રેરણા સ્કૂલ અથવા પ્રેરણા કેન્દ્ર રાખવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની યોજના હેઠળ 20 વિદ્યાર્થીઓને આ શાળામાં 1 અઠવાડિયા માટે અભ્યાસ કરવાની તક મળે છે. આ શાળામાં ધોરણ 9 થી 12 સુધીના બાળકો પ્રવેશ લઈ શકે છે. આ 7 દિવસના કાર્યક્રમમાં બાળકોને આત્મસન્માન, આદર, દયા અને દેશભક્તિ સંબંધિત પાઠ શીખવવામાં આવે છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ઠંડીમાં અમરેલીએ નલિયાને પણ પાછળ પાડ્યું
ગુજરાતમાં ક્યારેક ઠંડી વધે છે તો ક્યારેક ઠંડી ઘટે છે. ગુરુવારના દિવસે રાજ્યમાં 8.2 ડિગ્રીથી લઈને 19.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં અમરેલીએ નલિયાને પણ પાછળ પાડી દીધું હતું. અમરેલીમાં 8.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
રાજકોટ મહાનગરપાલિકા ભરતી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાતના આ એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર્સ પ્રોગ્રામ શરૂ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર્સ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલ સરકારે અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈમાં શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય દેશના નાગરિકોને આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં મદદ કરવા માટે ઇમિગ્રેશન ક્લિયરન્સ ઝડપી બનાવવાનો છે. આ રીતે FTI-TTP કાર્યક્રમ હવે દેશના 7 શ્રેષ્ઠ એરપોર્ટ પર સક્રિય થશે, જે ઇમિગ્રેશન પ્રક્રિયાને ઝડપી બનાવશે.
સાબરકાંઠામાં HMPV સંક્રમિત 7 વર્ષીય બાળક ડિસ્ચાર્જ
સાબરકાંઠામાં એચએમપી વાયરસથી સંક્રમિત 7 વર્ષીય બાળકને 10 દિવસ બાદ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. બાળકને તાવ, શરદી અને ઉધરસ જેવી તકલીફ થતાં 7 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરાયું હતું.





