/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે મહાકુંભમાં જતા શ્રદ્ધાળુંઓ માટે પ્રયાગરાજમાં 'ગુજરાત પેવેલિયન'નું નિર્માણ કરાવ્યું છે. ત્યાં જ ગીર સોમનાથમાં દીપડાએ હુમલો કરતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
ગીર સોમનાથમાં દીપડાના હુમલામાં એકનું મોત
Gir Somnath: ગીર સોમનાથ જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. ખરેખરમાં અહીં એક દીપડાએ અચાનક બે લોકો પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં 44 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. રવિવારે વન વિભાગના અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપી હતી. ઘટના બાદ દીપડો અવાજ સાંભળીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ઘાયલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
મહાકુંભ જતા ગુજરાતી શ્રદ્ધાળુંઓની મદદ કરશે રાજ્ય સરકાર
મહાકુંભ-2025માં ભાગ લેવા માટે ગુજરાતથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જઈ રહ્યા છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને તમામ સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન પ્રયાગરાજમાં 'ગુજરાત પેવેલિયન'નું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત પેવેલિયનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત સહિત વિશ્વભરના પ્રવાસીઓને ગુજરાતના વૈવિધ્યસભર વારસાનો પરિચય કરાવીને યાત્રાળુઓને દરેક શક્ય રીતે મદદ કરવાનો છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
નરોડામાં રોડ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
અમદાવાદના નરોડા વિસ્તારમાં ટ્રકનું ટાયર ફરી વળતા બાઈક ચાલકનું મોત થયું હતું. ત્યાં જ આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. કાર ચાલકે અચાનક દરવાજો ખોલતા બાઈક સવાર બે ભાઈઓ નીચે પટકાયા હતા અને પાછળથી આવી રહેલી ટ્રક તેમના પર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો.
બ્લેકમાં કોલ્ડ પ્લેની ટિકિટ વેચતો યુવક ઝડપાયો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 26 જાન્યુઆરીએ યોજાનાર કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટનું બ્લેકમાં વેચાણ કરનાર યુવકને ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યો છે. યુવક 2500ની ટિકિટ 10 હજાર અને 4500ની ટીકીટ 15 હજારમાં વેચવાનો હતો. યુવક પાસેથી ચાંદખેડા પોલીસે 6 ટિકિટ મળી આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us