/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-To-Headline-News-3-December.jpg)
Gujarat Top Headline News । ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર (તસવીર: sanghaviharsh/X)
Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે હવેથી સુરતમાં જાહેર રસ્તા પર થૂંકનારાઓ સામે પોલીસ FIR નોંધવામાં આવશે. ત્યાં જ અમદાવાદના સારંગપુર બ્રીજને તોડી નવો બ્રીજ બનાવવામાં આવશે. આથી સારંગપુર બ્રીજના બન્ને છેડા વાહન વ્યવહાર માટે બંધ કરી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં જાહેર માર્ગો પર થૂંકનારાઓ સામે FIR
હવે સુરત શહેરમાં જાહેર માર્ગો પર થૂંકનારાઓ સામે પોલીસ FIR નોંધાશે. ગુજરાતમાં જાહેરમાં થૂંકનારાઓની સરળ વ્યાખ્યા પાન-મસાલા ખાનારાઓ છે. સુરતમાં મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી જાહેર રસ્તા પર થૂંકનારાઓ સામે પોલીસ FIR નોંધાશે. પરંતુ પાન-મસાલાનું પ્રદૂષણ અટકતું નથી. યુવાનોમાં આ વ્યસન વધી રહ્યું છે. ખાશો તો થૂંકશો, પણ ક્યાં થૂંકશો એ કહેવામાં આવ્યું નથી. સુરત પોલીસે વર્ષ 2025થી કડકાઈ અપનાવવાનું નક્કી કર્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે હવેથી સુરતમાં જાહેર રસ્તા પર થૂંકનારાઓ સામે પોલીસ FIR નોંધવામાં આવશે. શહેર પોલીસ પાલિકા સાથે સંકલન કરશે. સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ ગંદકી ફેલાવનારાઓને શોધીને એફઆઈઆર નોંધશે.
અમદાવાદના આ બ્રિજના બંને છેડા વાહન વ્યવહાર માટે દોઢ વર્ષ બંધ રહેશે
અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ત્યાં જ શહેરમાં ઘણી જગ્યાએ બ્રિજનું નિર્માણ પણ ચાલી રહ્યું છે. જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવામાં અમદાવાદ શહેરમાં સારંગપુર બ્રીજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રીજ બનાવવાની કામગીરી દિનેશચંદ્ર આર.અગ્રવાલ કંપની દ્વારા કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન સારંગપુર બ્રીજના બન્ને છેડા વાહન વ્યવહાર માટે બંધ કરી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન કરવામાં આવ્યા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ધરોઈ ડેમ વિસ્તાર બનશે ચકાચક
ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. 1100 કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં અહીં વિકાસની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
શક્તિપીઠ અંબાજી મંદિરની થીમ પર બનશે રેલ્વે સ્ટેશન
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં અનેક મોટા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ શ્રેણીમાં અમદાવાદ-અંબાજી રેલ નેટવર્ક પર પણ કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં લોકો ટ્રેન દ્વારા અમદાવાદથી 183 કિમી દૂર શક્તિપીઠ અંબાજી પહોંચી શકશે. શક્તિપીઠ અંબાજી ખાતે રેલ્વે સ્ટેશન બનાવવાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ ટ્રેન વર્ષ 2027 સુધીમાં અમદાવાદ અને અંબાજી વચ્ચે દોડવાની અપેક્ષા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
મનમોહન સિંહના માનમાં અમદાવાદ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન
કોંગ્રેસનું ગુજરાત એકમ આજે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના માનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા શનિવારે જારી કરાયેલી પ્રેસ રીલીઝ મુજબ, "રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલ, વિપક્ષી નેતા અમિત ચાવડા સાથે પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના અધિકારીઓ પણ શોકસભામાં હાજર રહ્યા હતા."
સુરતમાં યુવકે 'પોલીસ'ની પ્લેટ સાથે સ્કોર્પિયો પર રીલ બનાવી
ફેમસ થવાનું જુનૂન અને સોશિયલ મીડિયા પર વ્યુઝ વધવાથી ક્યારેક સમસ્યા સર્જાય છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી પણ સામે આવ્યો. અહીં એક વ્યક્તિએ સ્કોર્પિયો ગાડી પર પોલીસ નેમ પ્લેટ લગાવીને વીડિયો બનાવ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, પરંતુ બાદમાં તે વીડિયો યુવક માટે મુસીબત બની ગયો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સુરતના વરાછા પોલીસ સ્ટેશને આ વ્યક્તિની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે વ્યક્તિ કાન પકડીને માફી માંગતો જોવા મળી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us