Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે ઉદ્યોગપતિ અને નિરમા ગ્રૂપના ચેરમેન કરસનભાઈ પટેલના પાટીદાર અનામત આંદોલનને લઈ આપેલા નિવેદન પર વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલે પલટવાર કર્યો છે. ત્યાં જ આજે એક જાહેરસભામાં આપ નેતા ગોપાલ ઈટાલિયાએ જાહેરમાં પોતાના શરીર પર પટ્ટા માર્યા હતા. આ ઉપરાંત ભુજમાં એક યુવતી બોરવેલમાં ખાબકી હતી જેને બચાવવા માટે હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
કરશન પટેલના નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું
અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ અને નિરમા ગ્રૂપના ચેરમેન કરસનભાઈ પટેલના 2015ના પાટીદાર અનામત આંદોલન અંગેના અહેવાલથી ગુજરાતમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ત્યાં જ હવે પાટીદાર અનામત આંદોલનના નેતા અને હવે વિરમગામથી બીજેપીના ધારાસભ્ય હાર્દિક પટેલે બિઝનેસમેન પર સમાજનું “વિભાજન” કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
બિઝનેસમેન કરસનભાઈ પટેલને એક વીડિયોમાં કહેતા સાંભળી શકાય છે. “જો તમને યાદ હોય તો આપણી પાસે આ અનામત આંદોલન હતું.જે પાટીદારોએ જ કર્યું હતું. એમાં શું થયું? કંઈ નહીં. આપણા યુવાનો શહીદ થયા અને આંદોલન કરનારાઓએ તેનો રાજકીય લાભ લીધો, પાટીદારની દીકરી, તે પણ લેઉવા પાટીદારની દીકરી, જે CM (મુખ્યમંત્રી) હતી, તેને જવું પડ્યું. તો શું આ આંદોલન અનામત મેળવવાનું હતું કે કોઈને હટાવવાનું… પાટીદારો પોતે જ પાટીદારોને હટાવે એ શક્ય નથી. તેથી તે સંશોધનનો વિષય છે.” વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ભુજમાં 18 વર્ષની યુવતી 490 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી
ભુજમાં એક 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી જવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટના કંદેરાઈ ગામની જણાવવામાં આવી રહી છે, જ્યાં આ અકસ્માત થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી છે. માહિતી મળ્યા બાદ તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભુજ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સુરતમાં ધોરણ 8 ની વિદ્યાર્થિનીનો આપઘાત
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક બાળકીને તેની માતાએ મોબાઈલમાં સમય બગાડવા બદલ ઠપકો આપ્યો ત્યારે બાળકીએ ભયાનક પગલું ભર્યું હતું. સુરતના પાંડેસરા વિસ્તારમાં 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ મોબાઈલમાં સમય ન બગાડતા તેની માતાએ તેને ઠપકો આપતાં આપઘાત કરી લીધો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગોપાલ ઈટાલિયાએ જાહેરસભામાં પોતાને પટ્ટા માર્યા
અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીને લેટરકાંડ બાદ પોલીસે અટકાયતમાં લઈ તેને પટ્ટા માર્યા હોવાનો આક્ષેપ થયો હતો. ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ જાહેર સભા સંબોધી હતી અને કહ્યું હતું કે,”અમરેલીની દીકરીને પોલીસે જે પટ્ટા માર્યા છે એ પટ્ટા આજે હું જાહેરમાં ખાઈશ. ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. લોકોને પણ કહ્યું કે, તમે અમને મત ભલે ન આપો પણ તમારો આત્મા જગાડો”. આ કહીને આપ નેતાએ જાહેરમાં પોતાના શરીર પર પટ્ટા માર્યા હતા. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અમદાવાદમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો
ગુજરાતમાં HMPV વાયરસની એન્ટ્રી થઈ હોવાનો શંકાસ્પદ કેસ અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એચએમપીવી વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથેનું બે મહિનાનું બાળક સારવાર લઈ રહ્યું છે. કર્ણાટક અને બેંગલુરુમાં એક એક નોંધાયા બાદ ગુજરાતમાં પણ શંકાસ્પદ કેસ નોંધાયો છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો





