Gujarat Top Headline News: ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર, સુરતમાં ચાઈનીઝ લસણ ઝડપાયું, ભરૂચ અકસ્માતમાં 3 લોકોના મોત

Gujarat Top Headlines 8 january Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. 8 જાન્યુઆરી, બુધવારના દિવસે સવારે ભરૂચમાં ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.

Written by Rakesh Parmar
January 08, 2025 19:55 IST
Gujarat Top Headline News: ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર, સુરતમાં ચાઈનીઝ લસણ ઝડપાયું, ભરૂચ અકસ્માતમાં 3 લોકોના મોત
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે સવારે ભરૂચ હાઈવે પર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 લોકોના મોત થયા હતા. ત્યાં જ સોશિયલ મીડિયામાં ફોરેસ્ટ ગાર્ડે સિંહને રેલ્વે ટ્રેક પરથી ભગાડ્યાનો વીડિયો વાયરલ થયો છે, આ ઉપરાંત રાજ્યમાંથી ફરીથી ચાઈનીઝ લસણનો મોટો જથ્થો ઝડપાયો છે.

અમદાવાદ પતંગ મહોત્સવમાં 47 દેશોના પતંગબાજો ભાગ લેશે

અમદાવાદ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2025માં 47 દેશોમાંથી ઓછામાં ઓછા 143 પતંગબાજો અને દેશના 11 રાજ્યોમાંથી 52 પતંગબાજો ભાગ લેશે. આ ફેસ્ટિવલનું આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 11 થી 14 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. 12 જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ અને વડોદરા ખાતે અને 13 જાન્યુઆરીએ સુરત , શિવરાજપુર, ધોરડો ખાતે સમાન પતંગોત્સવનું આયોજન કરવામાં આવશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ભરૂચમાં કાર-ટ્રક વચ્ચે ભયાનક અકસ્માતમાં 3 લોકોના મોત

ભરૂચમાં જિલ્લામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ રોડ અકસ્માત ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા ત્યાં જ 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ફોરેસ્ટ ગાર્ડે રેલ્વે ટ્રેક પરથી સિંહને ભગાડ્યો

ભાવનરના દામનગર નજીકના લીલીયા સ્ટેશનના એલસી-31 ગેટ પર સોમવારે બપોરે 3 કલાકે ફોરેસ્ટ ગાર્ડ ફરજ પર તૈનાત હતો ત્યારે સિંહ ટ્રેક પર આવી ગયો હતો. ત્યારે ફોરેસ્ટ ગાર્ડે હિંમત દેખાડી સિંહને માત્ર લાકડી બતાવીને રેલ્વે ટ્રેક પરથી ભગાડ્યો હતો. સ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ રેલ્વે કર્મચારી અને સિંહનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. સોશિયલ મીડિયા પર યુઝર્સ કર્મચારીની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

સુરત APMC માંથી ચાઈનીઝ લસણનો મોટો જથ્થો ઝડપાયો

સુરત APMC માંથી 2,150 કિલો ચાઇનીઝ લસણનો મોટો જથ્થો જડપાયો છે. ચાઈનીઝ લસણ આખા ભારતમાં પ્રતિબંધિત છે. આ લસણમાં હાનિકારક રસાયણો હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. ચાઇનીઝ લસણના વેચાણથી ખેડૂતોની આજીવિકા અને લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જપ્ત કરાયેલા લસણનો નાશ કરવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 111 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. ત્યારે જીપીએસસી ભરતી અંતર્ગત ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં બાગાયત અધિકારી વર્ગ-2ની જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવાના છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

માઉન્ટ આબુમાં પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા

ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર પશ્ચિમ ભારતમાં એકમાત્ર પર્વતીય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુની ખીણોમાં જોવા મળી હતી. થર્મોમીટરમાં પારો નીચો જવાને કારણે મંગળવારે ઠંડીનું જોર વધુ બનતાં સવારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફ્રિઝિંગ પોઈન્ટથી નીચે -5 સાથે રાજસ્થાનના માઉન્ટ આબુમાં આજે મંગળવાર 2025નો સૌથી ઠંડો દિવસ હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ