ગુજરાત આજના મહત્ત્વના સમાચાર; PM મોદીએ વનતારાની મુલાકાત લીધી, અંબાણી પરિવાર રહ્યો હાજર

Gujarat Top Headlines 02 March Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. પીએમ નરેન્દ્ર મોદીએ વનતારાની મુલાકાત લીધી. અમદાવાદમાં અકસ્માતમાં એકનું મોત, કાલુપુર રેલ્વે સ્ટેશનનો રેલ્વે મંત્રીએ વીડિયો શેર કર્યો.

Gujarat Top Headlines 02 March Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. પીએમ નરેન્દ્ર મોદીએ વનતારાની મુલાકાત લીધી. અમદાવાદમાં અકસ્માતમાં એકનું મોત, કાલુપુર રેલ્વે સ્ટેશનનો રેલ્વે મંત્રીએ વીડિયો શેર કર્યો.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ટ્રકની ટક્કરે બાઈકચાલકનું મોત થયું છે. તો જૂનાગઢમાં 13 મહિના બાદ ગુમ થયેલ મહિલાનું નરકંકાળ મળી આવતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. તો આજે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કાલુપુર રેલ્વે સ્ટેશનના રિડેવલોપમેન્ટનો વીડિયો શેર કર્યો છે. આ ઉપરાંત આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી આ દરમિયાન અંબાણી પરિવાર પણ હાજર રહ્યો હતો.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારાની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલા પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર, વનતારાની મુલાકાત લીધી હતી. ત્રણ હજાર એકરમાં ફેલાયેલું વનતારા રિલાયન્સની જામનગર રિફાઇનરીના પરિસરમાં આવેલું છે. તે વન્યજીવનના કલ્યાણ માટે સમર્પિત એક બચાવ કેન્દ્ર છે, અને દુર્વ્યવહાર અને શોષણમાંથી બચાવેલા પ્રાણીઓને અભયારણ્ય, પુનર્વસન અને તબીબી સંભાળ પૂરી પાડે છે. વનતારાની મુલાકાત દરમિયાન, પીએમ મોદીની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા, તેમનો પુત્ર અનંત અને પુત્રવધૂ રાધિકા પણ હતા. વનતારા 200 થી વધુ બચાવેલા હાથીઓનું ઘર છે.

જુનાગઢમાં બની 'દ્રશ્યમ' ફિલ્મ જેવી ક્રાઈમ સ્ટોરી

જૂનાગઢના વિસાવદર તાલુકાના રૂપાવતી ગામમાં રહેતી 35 વર્ષીય દયા સાવલિયા અચાનક ગુમ થઈ ગઈ. તેણી પાસે 9.60 લાખ રૂપિયાથી વધુના ઘરેણાં અને રોકડ હતી. પોલીસે તેર મહિના પછી મહિલાના ખૂનીને શોધી કાઢ્યો છે અને મહિલાનું હાડપિંજર પણ મેળવ્યું છે. નવાઈની વાત એ છે કે ખૂની પોલીસની સામે જ હતો પરંતુ પુરાવાના અભાવે કોઈ કાર્યવાહી થઈ શકી નહીં. વધુ માહિતી માટે અહીં ક્લિ કરો

કાલુપુર રેલ્વે સ્ટેશનનો રેલ્વે મંત્રીએ વીડિયો શેર કર્યો

રેલ્વે મંત્રીએ પોતે સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં કાલુપુર રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ પછીનો હેરિટેજ લુક બતાવવામાં આવ્યો છે. આ પ્રસંગે રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું કે મોદી સરકાર ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક સ્મારકોના જતન માટે પ્રતિબદ્ધ છે. કાલુપુર રેલ્વે સ્ટેશન પરના હેંગિંગ ટાવરને ધ્યાનમાં રાખીને, કેટલાક ઈનોવેશન કરવામાં આવ્યા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Advertisment

વસ્ત્રાલમાં ટ્રકની ટક્કરે યુવનું ઘટનાસ્થળે મોત

આજે અમદાવાદ શહેરમાં બે અલગ-અલગ અકસ્માતો સર્જાયા હતા. જેમાં વસ્ત્રાલ રિંગરોડ પર ટ્રક અડફેટે બાઈક સવાર યુવકનું મોત નિપજ્યું છે ત્યાં જ શહેરના જજીસ બંગલો રોડ પર કારચાલકે મહિલાને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત