ગુજરાત આજના મહત્ત્વના સમાચાર, રાજ્યમાં હાઉસિંગ સોસોયટીઓ માટે સરકારનો મોટો નિર્ણય

Gujarat Top Headlines 03 March Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. ગુજરાત ATSનું ફરિદાબાદમાં ઓપરેશન, વડોદરામાં શાળાના ટાઈમટેબલમાં બદલાવ થતા VHP ભડક્યું, ગુજરાતમાં હાઉસિંગ સોસોયટીઓ માટે સરકારનો મોટો નિર્ણય, પીએમ મોદીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જંગલ સફારીની મજા માણી.

Gujarat Top Headlines 03 March Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. ગુજરાત ATSનું ફરિદાબાદમાં ઓપરેશન, વડોદરામાં શાળાના ટાઈમટેબલમાં બદલાવ થતા VHP ભડક્યું, ગુજરાતમાં હાઉસિંગ સોસોયટીઓ માટે સરકારનો મોટો નિર્ણય, પીએમ મોદીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જંગલ સફારીની મજા માણી.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે ગુજરાત ATS એ ફરિદાબાદમાં ઓપરેશન કરી એક આતંકીને દબોચી લીધો છે. ત્યાં જ આજે ગુજરાતમાં હાઉસિંગ સોસોયટીઓ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉપરાંત આજે વિશ્વ વન્યજીવન દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પહોંચી જંગલ સફારીની મજા માણી હતી. સાથે જ આજે વડોદરામાં શાળાના ટાઈમટેબલમાં બદલાવ થતા મોટ વિવાદ ઉભો થયો છે.

Advertisment

વડોદરામાં શાળાના ટાઈમટેબલમાં બદલાવ થતા VHP ભડક્યું

રાજ્યમાં રમઝાન દરમિયાન શાળાઓના ટાઈમટેબલમાં ફેરફાર કરવાને લઈ વિવાદ ઉભો થયો છે. વડોદરામાં રમઝાનના મહિનાને લઈ એક કથિત આદેશને લઈ હંગામો થઈ રહ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP)નું કહેવું છે કે, વડોદરા પ્રાયમરી એજ્યુકેશન કમિટી તરફથી મુસ્લિમ બાળકો માટે રમઝાનમાં અલગ ટાઈમિંગની ઘોષણા કરવામાં આવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

પીએમ મોદી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પહોંચ્યા

આજે વિશ્વ વન્યજીવન દિવસ (World Wildlife Day 2025) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પહોંચ્યા હતા જેથી વન્યજીવોનું રક્ષણ કરી શકાય અને લોકોમાં તેના વિશે જાગૃતિ ફેલાવી શકાય. પીએમ મોદીએ અહીં જંગલ સફારી દરમિયાન એશિયાઈ સિંહ અને અન્ય ઘણા પ્રાણીઓના જીવનને નજીકથી જોયું હતું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં હાઉસિંગ સોસોયટીઓ માટે સરકારનો મોટો નિર્ણય

ગુજરાતમાં 30,000 થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સેવા સોસાયટી છે અને આવી સોસોયટીનું પ્રબંધન કો-ઓપરેટિવ એક્ટ અંતર્ગત કરવામાં આવે છે. આવી સોસાયટીમાં જ્યારે ફણ કોઈ વ્યક્તિ મકાન ખરીદે છે તો સોસાયટી તે વ્યક્તિ પાસેથી ટ્રાંસફર ફી વસુલ કરે છે. રાજ્ય સરકારે ગુજરાતમાં 30,000 થી વધુ આવાસ અને આવાસ સેવા મંડળીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ટ્રાન્સફર ફી પર મર્યાદા મૂકી છે અને તેનાથી સંબંધિત વિવાદોનો કાયમી ઉકેલ લાવવા માટે નવા નિયમો ઘડ્યા છે.

Advertisment

ગુજરાત ATSનું ફરિદાબાદમાં ઓપરેશન

ગુજરાત ATS અને ફરીદાબાદ ATS એ ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછ બાદ રામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાનો પર્દાફાશ કર્યો છે. ફરીદાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદીએ આપેલી માહિતી બાદ, સુરક્ષા એજન્સીઓએ ખંડેરોમાં છુપાયેલા બે ગ્રેનેડ જપ્ત કર્યા છે. સુરક્ષા એજન્સીઓએ IB સાથે મળીને રવિવારે ફરીદાબાદથી આતંકવાદી અબ્દુલ રહેમાનની ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસે આતંકવાદીનો ફોટો પણ જાહેર કર્યો છે.

જલારામ બાપાને લઈ બફાટ કર્યા બાદ વડતાલના સ્વામીએ માફી માંગી

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે સુરતના અમરોલી ખાતે સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલા બફાટ બાદ રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. વિવાદ વધતાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી છે અને વિવાદસ્પદ વીડિયો ડિલીટ કરી દીધો છે.

ગાંધીનગર ગુજરાતી ન્યૂઝ વડોદરા અમદાવાદ ગુજરાત