/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે સ્વામી જ્ઞાનપ્રકાશના બાપા જલારામ મામલે આપેલા નિવેદનના પગલે આજે વીરપુરમાં વેપારીઓએ રોષ સાથે સજ્જડ બંધ પાળ્યું હતુ. ત્યાં જ આજે ગુજરાતમાં રાજ્ય સરકારે ધો-1 અને 2 માં પ્રવેશ માટે નવા નિયમો જાહેર કર્યા છે.
ગુજરાતમાં ધો-1 અને 2 માં પ્રવેશ માટે નવા નિયમો જાહેર
ગુજરાત સરકારે શાળા શિક્ષણ પ્રક્રિયા અંગે મોટો ફેરફાર કર્યો છે. ગુજરાત સરકારે ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે નવા નિયમો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા નિયમો જારી કરવા અંગેનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર, શાળાઓમાં પ્રવેશ પરીક્ષાઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં લઈ શકાશે.
વીરપુરના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યું
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. રઘુવંશી સમાજના આગેવાનોએ જ્ઞાનપ્રકાશ સ્વામીને રૂબરૂ મંદિરે આવી માફી માગે એવી રોષ સાથે માંગ કરી છે. ત્યાં જ આજે વીરપુરના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. સાથે જ જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.
બોપલમાં યુવકને કારથી કચડવાના મામલે નવો વળાંક
અમદાવાદના બોપલ વિસ્તારમાં પૂર્વ મંગેતર પર યુવતીએ કરેલા હુમલા મામલે નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં યુવક બ્લેકમેલ કરતો હોવાનું કહી યુવતીએ તેના પતિનો સાથ લઈ પૂર્વ મંગેતર પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ દંપતિની ધરપકડ કરી લીધી છે.
માણેકચોકનું ખાણીપીણી બજાર આજથી બંધ થયું
અમદાવાદનું પ્રખ્યાત માણેકચોકનું રાત્રિ ખાણીપીણી બજાર એક મહિના માટે બંધ કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા ​4 માર્ચ 2025થી માણેકચોકમાં નાખેલી ડ્રેનેજલાઈનના રિહેબિલિટેશનની કામગીરી ​​કરશે, જેના કારણે રાત્રિ દરમિયાન માણેકચોક બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us