/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે હોળી ધૂળેટીને લઈ રાજકોટ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. ત્યાં જ રાહુલ ગાંધી મિશન 2027 માટે ગુજરાત પ્રવાસે છે, આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતાઓ સાથે મિટિંગો કરી છે. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં છે અને સેલવાસમાં નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરીને સુરતમાં પહોંચ્યા છે જ્યાં તેઓ 3 કિમી લાંબો રોડ શો કરશે.
હોળી ધુળેટી અંગે રાજકોટ પોલીસનું જાહેરનામું
હોળી એ આનંદ અને ઉજવણીનો તહેવાર છે. આ તહેવાર પર લોકો એકબીજાને રંગ લગાવે છે. જોકે આ તહેવાર દરમિયાન કંઈક અનિચ્છનીય ઘટના બનવાનો ભય રહે છે. આવું કંઈ ન બને તે માટે રાજકોટ પોલીસે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. શહેરમાં હોળીના તહેવાર અંગે પોલીસે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સુરતમાં બાળકને મુક્કો મારવાર PSI ને સજા મળી
સુરતના લિંબાયતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા દ્વારા ઉપયોગમાં લેવાતા રૂટ પર ભૂલથી સાયકલ હંકારનાર એક બાળકને માર મારતા કેમેરામાં કેદ થયેલા સબ-ઇન્સ્પેક્ટરને પોલીસે સજા ફટકારી છે. સબ-ઇન્સ્પેક્ટર બી.એલ. ગઢવીને સુરતથી મોરબી મોકલી દેવાયા છે અને તેમનો પગાર વધારો એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’
રાજ્યમાં 1 લાખ 50 હજાર જેટલી મહિલાઓની આવક એક લાખથી વધુ સુધી પહોંચી છે અને તેઓ ગર્વ સાથે ગુજરાતની ‘લખપતિ દીદી’ બની છે. વડાપ્રધાન મોદીએ 2024માં કહ્યું હતું કે,“લખપતિ દીદી યોજના સમગ્ર દેશમાં મહિલાઓને સશક્ત બનાવવાનું એક મુખ્ય માધ્યમ બની રહી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
રાજનીતિનું એપીસેન્ટર બન્યું ગુજરાત
ગુજરાતમાં વિધાનસભા ચૂંચણીને લઈ હજુ પણ બે વર્ષનો સમય બાકી છે. પરંતુ રાજનીતિનો ગરમાવો અત્યારથી જ આવી ગયો છે. પીએમ મોદી એક જ અઠવાડિયામાં બીજી વખત ગુજરાત પ્રવાસે આવ્યા છે તો નિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે ત્યાં જ ગૃહમંત્રી અમિત શાહ પણ આવતીકાલે (8 માર્ચ) ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
રાહુલ ગાંધી મિશન 2027 માટે ગુજરાતમાં
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારથી અમદાવાદની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે. ત્યાં જ સવારે 10:30 થી 12:30 વાગ્યા સુધી પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે. સ્થાનિક સંસ્થા ચૂંટણી કાર્યકરો અને ભૂતપૂર્વ ઉમેદવારો સાથે પણ બેઠકો કરશે. ત્યારબાદ બપોરે 1:45 વાગ્યે, અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us