ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, આગામી 4 દિવસ રાજ્યમાં હીટવેવનું એલર્ટ, સુરતમાં એકાઉન્ટન્ટ મહિલાનો આપઘાત

Gujarat Top Headlines 09 March Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. ગુજરાતના 5 જિલ્લામાં ગરમીનું એલર્ટ, સાબરકાંઠા અકસ્માતમાં 4 લોકોના મોત, અમદાવાદમાં જાહેરમાં દારૂની મહેફીલ કરનારા આરોપીઓ ઝડપાયા, સુરતમાં એકાઉન્ટન્ટ પરિણીતાએ કર્યો આપઘાત.

Gujarat Top Headlines 09 March Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. ગુજરાતના 5 જિલ્લામાં ગરમીનું એલર્ટ, સાબરકાંઠા અકસ્માતમાં 4 લોકોના મોત, અમદાવાદમાં જાહેરમાં દારૂની મહેફીલ કરનારા આરોપીઓ ઝડપાયા, સુરતમાં એકાઉન્ટન્ટ પરિણીતાએ કર્યો આપઘાત.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હિટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં જ આજે સવારે સાબરકાંઠામાં એક ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે.

Advertisment

ગુજરાતના 5 જિલ્લામાં ગરમીનું એલર્ટ

છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના ઘણા શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવ એલર્ટ જારી કર્યું છે. આ સાથે હવામાન વિભાગે રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ ​​અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

સાબરકાંઠા અકસ્માતમાં 4 લોકોના મોત

સાબરકાંઠા જિલ્લામાં રવિવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક બે મોટરસાયકલ વચ્ચે ટક્કર થવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના રહેવાસી હતા. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં જાહેરમાં દારૂની મહેફીલ કરનારા આરોપીઓ ઝડપાયા

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. પોલીસે વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કર્યા બાદ તમામ 8 યુવકોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.

Advertisment

સુરતમાં પરિણીતાએ ફાંસો ખાધો

સુરતના પાલ વિસ્તારમાં રેહતી 30 વર્ષીય એકાઉન્ટન્ટ પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પરિણીતાના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરિયાં વાળા માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. હાલ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત