/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીને લઇ મોટી આગાહી કરવામા આવી છે જે અનુસાર 10 થી 13 માર્ચ દરમિયાન રાજ્યમાં યલો એલર્ટ અને હિટવેવની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં આકરી ગરમીની આગાહી
હાલમાં અમદાવાદ શહેરમાં બપોરના સમયે એવી આકરી ગરમી પડી રહી છે કે લોકો ઘરની બહાર પણ નથી નિકળી રહ્યા. માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ લૂ ની ચેતવણી પણ આપવામાં આવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
જૂનાગઢમાં પુત્ર વિયોગમાં પિતાનો આપઘાત
જૂનાગઢમાં સહકારી અને ગ્રામીણ કૃષિ બેંકના 52 વર્ષીય મેનેજર કનુભાઈએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનો અનુસાર, કનુભાઈના બે બાળકો હતા, જેમાંથી નાના દીકરાએ દોઢ વર્ષ પહેલા આપઘાત કરી લીધો હતો. તે સમયે કનુભાઈના પુત્રને કોઈ વાતનું લાગી આવ્યુ હતું. જે બાદ તેણે આપઘાત કરી લીધો હતો. નાના દીકરાના મોત બાદ કનુભાઈ ખુબ જ તણાવમાં રહેતા હતા અને તેમણે આ દુ:ખમાં આ પગલું ભર્યું.
સુરત ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓના યુવતીઓ સાથે ઠુમકા
સુરતમાં ફાગોત્સવના નામે અન્ય ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓ સાથે યુવતીઓ અશ્લીલ ઈશારા કરી ડાન્સ કરતા હોવાના વીડિયો વાઈરલ થયો છે. ટેક્સટાઈલ માર્કેટના આ વીડિયોને લોકો વખોડી રહ્યા છે. કારણ કે થોડા દિવસ પહેલા સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગના કારણે સેંકડો વેપારીઓ રસ્તા પર આવી ગયા છે. વેપારીઓનો લાખોનો માલ બળીને ખાખ થઈ ગયો જે બાદ આ વેપારીઓની મદદ માટે અન્ય વેપારીઓ પણ આગળ આવી રહ્યા છે.
રાજકોટમાં સ્માર્ટ મીટરનો AAP દ્વારા વિરોધ
રાજકોટમાં સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવાની માંગણી સાથે AAP દ્વારા આજે કલેક્ટર તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર અધ્યક્ષ દિનેશભાઈ જોશીએ આ અંગે જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે.સ્માર્ટ મીટર એ લોકો પાસેથી વધુ પૈસા પડાવવાનું સ્માર્ટ યંત્ર હોવાની રજૂઆત કરવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us