/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના જિલ્લા પ્રમુખનો મતદારોને ચેતવણી આપતો કથિત વીડિયો વાયરલ થયો છે. ત્યાં જ સુરત શહેરમાં દેશનું પહેલું ગ્રીન રિચાર્જ સ્ટેશન બનશે. આ ઉપરાંત ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે.
વડોદરામાં વોર્ડ ચૂંટણી પહેલા ભાજપના નેતાની ‘ચેતવણી’,
વડોદરાના લઘુમતી બહુમતી ધરાવતા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના જિલ્લા પ્રમુખ સતીશ પટેલનો એક કથિત વીડિયો વાયરલ થયો છે જેમાં તેમણે કહ્યું હતું કે જો પાર્ટીના ચાર ઉમેદવારોની પેનલ આ વિસ્તારમાં જીતવામાં નિષ્ફળ જશે તો “ઘરો તોડી પાડવામાં આવશે”. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
33 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર ખેડા જિલ્લાના 33 હોદેદારોને ભાજપે સસ્પેન્ડ કર્યા. આ તમામ સભ્યોએ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં મહુધા શહેરના 5, ખેડા શહેરના 3, કપડવંજ તાલુકાના 2, કઠલાલ તાલુકાના 5, ચકલાસી શહેરના 13 અને મહેમદાવાદ શહેરના 5 સભ્યોનો સમાવેશ થાય છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-1 અધિકારીઓ માટે ભરતી કરવાતી સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે. ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં તજજ્ઞ વર્ગ-1ની કુલ 151 જગ્યાઓ ભરવાની છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
દેશનું પહેલું ગ્રીન રિચાર્જ સ્ટેશન સુરતમાં બનશે
દેશનો સૌથી લાંબો BRTS રોડ હવે ઇલેક્ટ્રિક બસો માટે 100 ટકા યોગ્ય બની ગયો છે. હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આ રૂટ પર દોડતી તે ઇલેક્ટ્રિક BRTS બસોની બેટરી પણ રિચાર્જ કરશે જેમની વેલિડિટી પૂરી થઈ ગઈ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ઈ-બસોને સૌર ઉર્જાથી રિચાર્જ કરશે. આ માટે એક જર્મન કંપની સાથે સમજૂતી કરાર પણ કરવામાં આવ્યો છે. દેશનું પહેલું ગ્રીન રિચાર્જ સ્ટેશન હવે સુરતમાં બનાવવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us