Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી કરી છે. ત્યાં જ આજે વહેલી સવારે કચ્છના રાપરમાં 3.0ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઉપરાંત ગોંડલમાં જાટ સમાજનો યુવક લાપત્તા થયા બાદ તેનું રોડ અકસ્માતમાં મોત થયાનું પોલીસે જણાવ્યું છે. સાથે જ છોટા ઉદેપુરમાં પાંચ વર્ષની બાળકીની બલી આપ્યાની ઘટનામાં આરોપી વારંવાર પોતાનું નિવેદન બદલતો હોવાનું પોલીસે જણાવ્યું છે.
ગુજરાતમાં હિટવેવની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આગાની ત્રણ દિવસો સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં હિટવેવની આગાહી છે. રાજ્યમાં અત્યારથી જ લોકોને જૂન-જુલાઈ જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. લોકો પરસેવાથી નાહય રહ્યા છે. સોમવારે ભુજમાં સૌથી વધુ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે સિઝનનું સૌથી વધુ તાપમાન રહ્યું છે. ત્યાં જ આગામી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર તથા કચ્છના ઘણા વિસ્તારોમાં લૂ ની આશંકા વ્યક્ત કરી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગોંડલમાં યુવકના મોત મામલો નવો વળાંક
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતાં રતનલાલ જાટે એસપીને ફરિયાદ કરી હતી કે ગત 2 માર્ચના રોજ તેમનો પુત્ર રાજકુમાર સાથે બાઇક પર ઘરે જતા હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થયા હતા ત્યારે ગણેશ જાડેજા અને 8 થી 10 શખ્સોએ તેમના પુત્ર સાથે બંગલામાં મારકૂટ કરી હતી. ત્યાર પછી બંને ઘરે જતા રહ્યા હતા. એ જ દિવસ રાત્રે તેનો પુત્ર રાજકુમાર રહસ્યમય રીતે લાપત્તા બની ગયો હતો. રહસ્યમય આ ઘટનામાં રાજકોટ જિલ્લા પોલીસે જુદી-જુદી ટીમો બનાવી લાપત્તા રાજકુમારની શોધખોળ ચલાવી રહી હતી. ત્યાં ગઇકાલે તેનું રાજકોટ નજીકના તરઘડીયા પાસે અકસ્માતમાં મૃત્યુ થયાનું પોલીસે જાહેર કર્યું હતું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
છોટા ઉદેપુરમાં 5 વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપીનો ખુલાસો
છોટા ઉદેપુરના પાણેજ ગામમાં બાળકીની બલિના સમગ્ર બાબતે પોલીસે જણાવ્યું કે, પૂછપરછમાં આરોપીએ તાંત્રિક વિધિનો ઈનકાર કર્યો છે. આરોપીએ પૂછપરછમાં ગોળ-ગોળ જવાબ આપ્યાં છે. પહેલાં આરોપીએ કહ્યું કે, બાળકીના પિતાએ મારી બહેનનું ખૂન કર્યું હતું, જેથી મેં બદલો લેવા તેની દીકરીને મારી નાંખી. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી તો તેની બંને બહેન જીવિત છે. જોકે બાદમાં આરોપીએ એવું જણાવ્યું કે, મૃતક બાળકીની માતા સાથે તેનો ઝઘડો થયો હતો જે બાદ તેણે બાળકી પર રોષ રાખી તેની હત્યા કરી નાંખી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
કચ્છમાં વહેલી સવારે ભૂકંપના આંચકા
આજે વહેલી સવારે કચ્છ જિલ્લામાં મંગળવારે ભૂકંપના બે ઝટકા આવ્યા હતા. ભૂકંપના આ બંને ઝટકા લગભગ 1 મિનિટના અંતરાલમાં અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ભૂકંપ અનુસંધાન સંસ્થાન (ISR)એ આ ઘટનાની જાણકારી આપી. કચ્છ જિલ્લા પ્રશાસન અનુસાર, મંગળવારે આવેલા ભૂકંપથી અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ કે નુક્સાનની જાણકારી મળી નથી. આ ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર રાપરથી 16 કિમી પશ્ચિમ-દક્ષિણમાં હતું.
વિદ્યાર્થિનીને બીભત્સ મેસેજ કરનાર પ્રોફેસર સસ્પેન્ડ
અમદાવાદની GLS યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી એસ.એમ.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થિની પાસે બીભત્સ માગણી કરનાર પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ભાવિક સ્વાદિયા નામનો પ્રોફેસર ચાર મહિનાથી વિદ્યાર્થિનીને મેસેજ કરતો હતો. જેનાથી કંટાળીને વિદ્યાર્થિનીએ કોલેજમાં ફરિયાદ કરતા પ્રોફેસર ભાવિક સ્વાદિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.





